વલસાડમાં છેલ્લા 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ

ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી વરસાદ જોવા મળ્યો નથી. એવામાં હવે મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે. શનિવારે (9 ઓગસ્ટ) વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હતી. ગઈ કાલે મોડી રાતથી જ વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.

ભારે વરસાદના કારણે વલસાડમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારમાં ઘર અને દુકાનોમાં પણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગના આંકડા અનુસાર, વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં વલસાડમાં સાડા ત્રણ ઈંચથી વધુનો વરસાદ નોંધાયો છે. આ સાથે પારડીમાં પણ અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારીના ચિખલીમાં દોઢ ઈંચ તેમજ છોટા ઉદેપુરમાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *