PM મોદીએ બેંગ્લુરુને આપી મોટી ભેટ, 3 વંદે ભારતને દેખાડી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુના KSR રેલ્વે સ્ટેશન પરથી 3 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી છે. જેમાં બેંગલુરુથી બેલગામ, અમૃતસરથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને નાગપુર (અજની)થી પુણેની ટ્રેનોનો સમાવેશ થાય છે.

દેશમાં આ ત્રણ વંદે ભારતના લોન્ચ સાથે વંદે ભારત સેવાઓની સંખ્યા વધીને 150 થઈ ગઈ છે. સરકારનું કહેવું છે કે આ ટ્રેનો પ્રવાસન, રોકાણ અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે. કર્ણાટકમાં વંદે ભારત ટ્રેનોની સંખ્યા વધીને 11, મહારાષ્ટ્રમાં 6, જમ્મુ અને કાશ્મીરમાં 4 અને પંજાબમાં 3 વંદે ભારત સેવાઓ ઉપલબ્ધ થશે. આનાથી ચાર રાજ્યો વચ્ચે જોડાણ મજબૂત બનશે અને લોકોને ઝડપી, આરામદાયક અને સલામત મુસાફરીનો વિકલ્પ મળશે.

વંદે ભારત એક્સપ્રેસ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી બનેલી છે અને તેમાં આર્મર પ્રોટેક્શન સિસ્ટમ, GPS આધારિત રીઅલ-ટાઇમ ટ્રેકિંગ, ફોલ્ડેબલ સ્નેક્સ ટેબલ, મોબાઇલ ચાર્જિંગ પોર્ટ, આરામદાયક બેઠક, આધુનિક શૌચાલય અને ઇન્ફોટેનમેન્ટ જેવી સુવિધાઓ છે. રેલવેના જણાવ્યા અનુસાર, વંદે ભારતમાં અત્યાર સુધીમાં 6.3 કરોડથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે અને તેની સરેરાશ ઓક્યુપેન્સી 102 ટકાથી વધુ છે, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *