અમદાવાદીઓ ચેતી જજો! હવે જાહેરમાં થૂંક્યા તો દંડાવા તૈયાર રહેજો, જેલ પણ!

અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનારાઓ સામે હવે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. રસ્તાઓ પર થૂંકવા સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરશે. પોલીસ સીસીટીવી નેટવર્કથી જાહેર ઉપદ્રવ સામે કાયદો લાગુ કરશે. રસ્તા પર થૂંકવા, પેશાબ કરવા સામે મોટી કાર્યવાહી થશે. ગુનેગારોને હવે દડંડ અને કેટલાક કિસ્સાઓમાં જેલની સજા થશે. બાળકોને જાહેર સ્થળોએ શૌચક્રિયા કરવાની મંજૂરી આપનાર વાલી સામે પણ કાર્યવાહી થશે. બસ સ્ટોપ, રેલવે સ્ટેશન, જાહેર સ્થળોએ ઓન ગ્રાઉન્ડ દેખરેખ રાખશે. એએમસી ના પશુ નિયંત્રણ ટીમ, પોલીસ સ્પેશ્યલ બ્રાન્ચને ઓન ગ્રાઉન્ડ દેખરેખનું કામ સોંપાશે.

દેશમાં સ્વચ્છતા માટેના પ્રયત્નો હવે પરિણામ આપતાં દેખાઈ રહ્યા છે. 17 જુલાઈએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારંભમાં સૌથી સ્વચ્છ શહેર તરીકે અમદાવાદની પસંદગી થવા પર સમગ્ર શહેરમાં આનંદની લાગણી જોવા મળી. 2015માં 15મા સ્થાને રહેલું અમદાવાદ આ વર્ષે સીધું પ્રથમ સ્થાન સુધી પહોંચ્યું છે, જે તેની સતત મહેનત અને આયોજનબદ્ધ કામકાજનો પરિચાયક છે. બીજી તરફ, સુરત શહેરે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરીને પોતાનું મહત્વ પ્રતિષ્ઠિત રીતે પ્રતિષ્ઠિત કર્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ એવોર્ડ સ્વીકારવા દિલ્હી પહોંચ્યા હતા. સમગ્ર દેશમાં કુલ 78 એવોર્ડ આપવામાં આવ્યા, જેમાં ગુજરાતના શહેરોએ આગવો ભુમિકા ભજવી છે.

3 ઓક્ટોબર, 2024ના રોજ અમદાવાદ આવેલા અમિત શાહે કહ્યું હતું કે અમદાવાદના સૌ નાગરિકોને વિનંતી કરું છું કે સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદને ટોપ પર લાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે પ્રયાસ હાથ ધર્યા છે. આપણે સાથે મળીને પ્રયાસ કરીએ કે દેશમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ પહેલા નંબરે આવે. સ્વચ્છતા સર્વેક્ષણ માટે AMCએ જે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ પૂરો કરવાનો આપણે સંકલ્પ કર્યા અને ગુજરાતીએ જ દેશભરમાં સ્વચ્છતાના સંસ્કાર આપ્યા છે અને આવતા વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાત પહેલા નંબરે આવે એવો સંકલ્પ કરીએ.

આ પણ વાંચો, ‘લોકસભા ચૂંટણીમાં ગડબડ થઇ હતી અમારી પાસે પુરાવા છે’, રાહુલ ગાંધીએ ફોડ્યો ચૂંટણી પંચ પર બોમ્બ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *