‘મારા દેશમાં મને જ આતંકવાદી બનાવી દીધી’, માલેગાંવ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ પ્રજ્ઞા ઠાકુર

૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં NIAની ખાસ કોર્ટે તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં ભાજપના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્ઞા ઠાકુર પણ આરોપી હતા. જેમને નિર્દોષ જાહેર થયા બાદ તેમણે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે, હું ન્યાયના આદરને કારણે આવી છું. મને ૧૩ દિવસ સુધી ત્રાસ આપવામાં આવ્યો, મારું જીવન બરબાદ થયું. ૧૭ વર્ષ સુધી અપમાનિત કરવામાં  આવી. મારા દેશમાં મને જ આતંકવાદી બનાવી દીધી હતી.

NIA કોર્ટમાં સાધ્વી પ્રજ્ઞા સિંહે કહ્યું કે, “મેં શરૂઆતથી જ કહ્યું હતું કે જેમને તપાસ માટે બોલાવવામાં આવે છે તેમની પાછળ કોઈ આધાર હોવો જોઈએ. તેમણે મને તપાસ માટે બોલાવી હતી અને ધરપકડ કરવામાં આવી હતી અને ત્રાસ આપવામાં આવ્યો હતો. આનાથી મારું આખું જીવન બરબાદ થઈ ગયું. હું એક ઋષિનું જીવન જીવી રહી હતી, પરંતુ મને આરોપી બનાવવામાં આવી હતી અને કોઈ પણ સ્વેચ્છાએ અમારી બાજુમાં ઉભું નહોતું. હું જીવિત છું કારણ કે હું સન્યાસી છું. તેઓએ ષડયંત્ર દ્વારા ભગવાનને બદનામ કર્યા. આજે, ભગવાનો વિજય થયો છે, અને હિન્દુત્વનો વિજય થયો છે. ભગવાન દોષિતોને સજા કરશે. જોકે, જેમણે ભારત અને ભગવાને બદનામ કર્યા છે તેઓ તમારા દ્વારા ખોટા સાબિત થયા નથી…”

સાધ્વીના વકીલ જેપી મિશ્રાએ કહ્યું કે, ગઈકાલે દેશના ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે હિન્દુ આતંકવાદી ન હોઈ શકે અને આજે કોર્ટે પણ આ નિર્ણય આપ્યો છે. તે માત્ર એક સંયોગ છે પરંતુ તે સાબિત થયું છે કે હિન્દુ આતંકવાદી ન હોઈ શકે.  

જજે કહ્યું કે માલેગાંવ બ્લાસ્ટની તપાસમાં કેટલીક ખામી હતી, કોર્ટો તમામ ખામીને સ્વીકાર કરી હતી. પંચનામું યોગ્ય રીતે થયું નહતું, ઘટનાસ્થળથી ફિંગરપ્રિન્ટ્સ પણ નથી મળ્યા.માલેગાંવ બ્લાસ્ટને લઇને જજે કહ્યું કે સરકારી પક્ષ આ વાતની પૃષ્ટી કરવામાં સક્ષમ હતું કે બોમ્બ વિસ્ફોટ થયો હતો પરંતુ સરકારી પક્ષ આ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું કે વિસ્ફોટ સ્કૂટરમાં થયો હતો.

આ પણ વાંચો, Ahmedabad: GTU અને સેટ દ્વારા વર્ચ્યુઅલ લેબ્સ પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *