Monsoon update: રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે. તે સિવાય કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે.

આગામી ત્રણ કલાક માટે રાજ્યભરમાં વરસાદનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છમાં ઓરેન્જ તો સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે.

આગામી 3 કલાક માટે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મહિસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પંચમહાલ, ગાંધીનગર, ખેડામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તે સિવાય કચ્છ, દમણ, દાદરાનગર, વડોદરા, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,નવસારી, તાપી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાંચો, આજે આ રાશિના જાતકને મળી શકે છે સારી ખબર, જાણો અન્ય લોકો માટે કેવો રહેશે દિવસ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *