ભારે વરસાદને પગલે એક્શનમાં CM ભૂપેન્દ્ર પટેલ, કંટ્રોલરૂમ પહોંચીને કલેક્ટરો સાથે કરી સમીક્ષા બેઠક

રાજ્યમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ચારેય જિલ્લાઓમાં પડેલ ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્ત વ્યસ્ત બન્યું હતું. રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિને લઈ મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા. તેમજ જે જીલ્લાઓમાં વધુ વરસાદ છે ત્યાં સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી. તેમજ વરસાદથી પ્રભાવિત વિસ્તારોના કલેક્ટર સાથે મુખ્યમંત્રીએ ચર્ચા કરી હતી.
છેલ્લા 24 કલાકમાં એટલે કે ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધી, રાજ્યના કુલ 181 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં બનાસકાંઠાના વડગામમાં સૌથી વધુ સાડા સાત ઇંચ વરસાદ થયો છે. ત્યારબાદ મોડાસામાં સવા 6 ઇંચ, તલોદમાં સાડા પાંચ ઇંચ, સિદ્ધપુરમાં સવા પાંચ ઇંચ તથા કપરાડા અને દહેગામમાં પોણા પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 72 જેટલા તાલુકાઓમાં આજે એક ઇંચથી વધુ વરસાદ પડયો છે, જે સમગ્ર વિસ્તારમાં માવઠાના પ્રમાણમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે.
આ પણ વાંચો, હરિદ્વારના માનસા દેવીમાં મચી નાસભાગ, 7 લોકોના મોત