Ahmedabad: આજે અમદાવાદના શાહપુર બંધનું એલાન, DCP સહિત પોલીસ કાફલો નીકળ્યો રાઉન્ડ અપ પર

અમદાવાદના શાહપુર વિસ્તારમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા ગત રોજ દિલ્હી દરવાજા વિસ્તારમાં થયેલ હોમગાર્ડની હત્યા મામલે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. શાહપુરમાં રહેતા હોમગાર્ડ જવાનની હત્યા થઈ હતી. પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. શાહપુર અને દિલ્હી દરવાજા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ કોઈ ઘટના ન બને તે માટે DCP વિસ્તારમાં રાઉન્ડ અપ માટે નીકળ્યા હતા. પોલીસ દ્વારા વાન, ટિયરગેસ વાન પણ રૂટ પર ગોઠવી દેવામાં આવી હતી.
અમદાવાદના દિલ્હી દરવાજા નજીક આરોપીઓ બદરુદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિ દ્વારા હોમગાર્ડ જવાન કિશન શ્રીમાણીની હત્યા કરી દીધી હતી. ઘટનાની વાત કરીએ તો અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા દિલ્હી દરવાજા ચાર રસ્તા પાસે ગઈકાલે મારામારીનો બનાવ સામે આવ્યો હતો. જે હત્યામાં પરિણમ્યો છે. ગઈકાલે રાતના સમયે બદરૂદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિ નામના યુવક યુવતી ત્યાં ઊભા હતા. જેના દ્વારા ત્યાં જાવેદ સિઝનલ સ્ટોર પાસે ઉભેલા હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળી સાથે બોલાચાલી થઈ હતી. હોમગાર્ડ જવાન કિશન શ્રીમાળી અને બદરૂદ્દીન વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બદરુદિન દ્વારા કિશનને છરીના ઘા માર્યા હતા. જેથી કિસાન ત્યાંથી નાસી ગયો હતો. જે બાદ તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ઓપરેશન બાદ ગતરોજ સવારે તેનું મોત નીપજ્યું હતું. કિશનની હત્યા કરનાર બદરુદિન અને નીલમ પ્રજાપતિને ક્રાઈમ બ્રાન્ચ ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે બદરૂદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિ થોડા દિવસ પહેલા એક બાઈક ખરીદ્યું હતું. જેના કામ માટે તેઓ દિલ્હી દરવાજા પાસે આવ્યા હતા. જે દરમિયાન બદરૂદ્દીન શાહે હોમગાર્ડ કિશનને “મેરી બીબી કે સામને ક્યુ દેખતા હૈ” તેમ કહી ઝઘડો કર્યો હતો. હોમગાર્ડ કિશન દ્વારા તેનો પ્રતિકાર કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બાદમાં બદરૂદ્દીને પોતાની પાસે રહેલી છરી થી હોમગાર્ડ કિશન પર હુમલો કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બદરુદિન અને નીલમ લિવ ઇનમાં રહે છે અને બંને વિરુદ્ધ અગાઉ અનેક ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે. બદરૂદ્દીન વિરુદ્ધ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ચોરી, લૂંટ સહિતના 15 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે તેમજ નીલમ પ્રજાપતિ વિરુદ્ધ પણ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં પાંચ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
આરોપી બદરૂદ્દીન ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં હતો. ત્યારે તેની મુલાકાત વીજુ સિંધી નામના આરોપી સાથે જેલમાં થઈ હતી. વીજુ સિંધી અને મહિલા આરોપી નિલમ પ્રજાપતિ એકબીજાથી પરિચિત હતા. જે બાદ આરોપી નિલમ પ્રજાપતિ પણ ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં આવી હતી. થોડા સમય બાદ નીલમ પ્રજાપતિને પાસા હેઠળ સુરત જેલમાં મોકલી દેવાઈ હતી. જેથી વીજુ સિંધીએ તેના મિત્ર બદરુદિનને મહિલા નીલમ પ્રજાપતિનું ધ્યાન રાખવા માટે જણાવ્યું હતું. જે બાદ બંને જેલમાંથી છૂટતા એકબીજાના પરિચયમાં આવ્યા હતા અને સાથે જ લીવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા અને ચોરી, લૂંટ સહિતના ગુનાઓને અંજામ આપતા હતા.
હાલ તો પોલીસે મૃતક હોમગાર્ડ જવાન કિસાન શ્રીમાળીના ભાઈની ફરિયાદને આધારે બદરૂદ્દીન શાહ અને નીલમ પ્રજાપતિની ધરપકડ કરીને માધવપુરા પોલીસને સોંપવામાં આવ્યા છે. આ હત્યા પાછળનું કારણ કિશન શ્રીમાળી દ્વારા નીલમ પ્રજાપતિની સામે જોવાનું જ છે કે પછી અન્ય કોઈ અદાવત છે.. તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત બંને આરોપીઓએ શહેરમાં અન્ય કોઈ ગુનાઓ આચાર્ય છે કે નહીં તે મામલે વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો, કેજરીવાલ-ભગવંત માન હાલ ગુજરાતમાં, હવે રાહુલ ગાંધી પણ આવશે