Process for Vice President election begins: ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રક્રિયા શરૂ, ટુંક સમયમાં તારીખ જાહેર થશે

ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચે પ્રેસ રિલીઝ જાહેર કરીને તેની જાણકારી આપી હતી. ચૂંટણી પંચે કહ્યું કે ગૃહમંત્રાલયે 22 જુલાઇએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાની જાણકારી આપી હતી.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સાથે જોડાયેલી તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. ચૂંટણીની તારીખ જલદી જાહેર થશે. ધનખડે 21 જુલાઇએ ઉપરાષ્ટ્રપતિ પદેથી સ્વાસ્થ્યનો હવાલો આપતા રાજીનામું આપ્યું હતું. તે બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળવા પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ મંગળવારે તેમનું રાજીનામું સ્વીકારી લીધુ હતું.બંધારણની કલમ 68 હેઠળ ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થયા બાદ જલદી ચૂંટણી કરાવવી જરૂરી છે. નિયમ અનુસાર આ પ્રક્રિયા જલદી પુરી થવાની છે. ઇલેક્શન કમિશને નોટિફિકેશન જાહેર કર્યું છે.

કોણ કરે છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી?

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ઇલેક્ટોરલ કોલેજ દ્વારા થાય છે જેમાં સંસદના બન્ને ગૃહો (લોકસભા અને રાજ્યસભા)ના ચૂંટાયેલા અને નામાંકિત સભ્યોનો સમાવેશ થાય છે. જો આપણે નોમિનેશનની વાત કરીએ તો, ઉપરાષ્ટ્રપતિ ઉમેદવારોને ઓછામાં ઓછા 20 પ્રસ્તાવકો અને 20 સમર્થકો (ઇલેક્ટોરલ કોલેજના સભ્યો)ના સમર્થનની જરૂર હોય છે તેમણે નોમિનેશન સાથે 50,000 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પણ જમા કરાવવાની હોય છે.

ઉપરાષ્ટ્રપતિના ઉમેદવારની યોગ્યતા

તે કોઇ લાભનો પદ નથી રાખી શકતો સિવાય રાષ્ટ્રપતિ,ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અથવા કેન્દ્ર/રાજ્ય સરકારના મંત્રીનું પદ.

ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઇએ

35 વર્ષની ઉંમર હોવી જોઇએ.

રાજ્યસભાનો સભ્ય બનવાની યોગ્યતા રાખવી જોઇએ.

આ પણ વાંચો, દશામાઁના વ્રત દરમ્યાન ભારતમાં 250 કરોડનો કારોબાર, પરપ્રાંતિય ભિખારીઓથી સાવધાન રહેવા જાથાની અપીલ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *