અમદાવાદના સાણંદમાં દારૂની મહેફિલ માણતા 39થી વધુ નબીરાઓ ઝડપાયા

ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાની ફરી એકવાર પોલ ખૂલી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના સાણંદમાં બર્થ- ડે પાર્ટીમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા. દારૂની મહેફિલ માણતા 39થી વધુ નબીરાઓની અટકાયત કરી હતી. જેમાં 13 યુવકો અને 26 યુવતીઓનો સમાવેશ થાય છે. રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા પ્રતિક સાંઘીએ બર્થ- ડે પાર્ટીનું આયોજન કર્યું હતુ. પોલીસના દરોડા સમયે પાર્ટીમાં 100થી વધુ લોકો હાજર હતા.
પોલીસે નબીરાઓની મર્સિડીઝ સહિતની અનેક મોંઘીદાટ કાર કબજે કરી હતી. કબજે કરાયેલી એક કારમાં યુવા ભાજપ અધ્યક્ષ લખેલું બોર્ડ મળી આવ્યું હતું. કોના આશીર્વાદથી બર્થ-ડે પાર્ટીની આડમાં દારૂપાર્ટી ચાલતી હતી? SMCની માહિતીના આધારે સાણંદ પોલીસે કાર્યવાહી કરી હતી. . તમામને પોલીસે ચાર બસમાં બેસાડી મેડિકલ તપાસ અર્થે લઈ ગઈ હતી. રિસોર્ટમાંથી અનેક મોંઘાદાટ વાહનો પણ જપ્ત કરાયા હતા. કબજે કરાયેલી એક કારમાં યુવા ભાજપ અધ્યક્ષ લખેલું બોર્ડ પણ જોવા મળ્યું હતું.
ધનવાન પરિવારના આ લોકોને સાણંદ પોલીસે દારૂબંધીનો ભાન કરાવ્યું હતું અને તમામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પાર્ટીમાં વિદેશી દારૂ, બિયર તેમજ હુક્કા સિગરેટ જેવા નશીલા સામાન પોલીસે કબજે કર્યો હતો અને મોંઘી ડાટ ગાડીઓ જેવી કે બી એમ ડબલ્યુ, રેન્જ રોવર, થાર તેવી અનેક ગાડીઓ હતી જેમાં એક કાર પર યુથ બીજેપી અધ્યક્ષ લખેલું બોર્ડ પણ જોવા મળ્યું હતું તે ગાડી પણ હાજર હતી.