Gandhinagar: કડી- વિસાવદરના ધારાસભ્યોએ લીધા પદના શપથ

ગુજરાત વિધાનસભાની બે બેઠકો માટે 19 જૂને પેટાચૂંટણી યોજાઈ હતી. કડીમાં ભાજપની જીત થઈ અને વિસાવદરમાં આપ પાર્ટીની જીત થઈ હતી. ત્યારે જીતેલા બંને ધારાસભ્યોએ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. વિધાનસભાના અધ્યક્ષ બંને ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા.

વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની જીત

વિધાનસબાની પેટા ચૂંટણીમાં વિસાવદરની બેઠક પરથી આપ પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની દમદાર જીત થઈ હતી. તેમને 75,942 મત મળ્યા હતા, અને 17,554 મતની દમદાર લીડ મેળવી હતી. ગોપાલ ઈટાલિયાએ ભાજપના ઉમેદવારને દમદાર રીતે હરાવ્યા હતા.

કડી બેઠક પરથી ભાજપ નેતા રાજેન્દ્ર ચાવડા વિજેતા થયા હતા. કડી વિધાનસભાની બેઠકમાં ભાજપની દમદાર જીત થઈ હતી.  ભાજપના રાજેન્દ્ર ચાવડાને 99,742 મત મળ્યા હતા. કોંગ્રેસના રમેશ ચાવડાને 60,290 મત અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3090 મત મળ્યા હતા. જ્યારે નોટામાં 1701 મત પડ્યા હતા

આ પણ વાંચો, Entertainment: શ્વેતા તિવારીએ ડ્રેસના સ્ટ્રેપ્સ ઉતારી ઇન્ટરનેટ હલાવ્યું, તસવીરો જોઇ ફેન્સના જીવ થયા અદ્ધર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *