ગુજરાત કોંગ્રેસમાં મોટી હલચલ, 7 નેતાઓને અચાનક દિલ્હી બોલાવી લેવાયા

ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારની તૈયારી તેજ બની છે. કારણ કે, ગુજરાતના નેતાઓને અચાનક દિલ્હીનું તેડું આવ્યુ છે. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીની હાજરીમાં બેઠક યોજાશે. જેમાં શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી જેવા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે. 

શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી, ગેનીબેન ઠાકોર, શૈલેષ પરમાર

ગુજરાત કોંગ્રેસમાં હાલ સુકાની જ નથી. ધરીધોણી વગરના ગુજરાત કોંગ્રેસમાં આ કાંટાળો તાજ કોણ પહેરશે તેના પર મોટો પ્રશ્નાર્થ છે. આંતરિક સૂત્રો એમ પણ કહે છે કે, કેટલાક નેતા પ્રદેશ પ્રમુખ બનવા માટે તૈયાર નથી. તેમાં પણ વિસાવદર અને કડીની પેટાચૂંટણીમાં હાર બાદ હવે કોણ જવાબદારી લેશે તે મોટો સવાલ છે. 

આ વચ્ચે ગુજરાત કોંગ્રેસમાં પાટીદાર પ્રદેશ પ્રમુખની પણ માંગ ઉઠી છે. પાટીદાર નેતાઓ પોતાના સમાજના નેતાને પ્રમુખ પદ મળે તે માટે છેક દિલ્હી સુધી રજૂઆત કરી ચૂક્યા છે. પાટીદાર નેતાઓ આ માટે લોબિંગ કરી રહ્યાં છે. ત્યારે હવે દિલ્હીની બેઠકમાં શું નિર્ણય લેવાય છે અને કોનું નામ પસંદ કરાય છે તે સસ્પેન્સ બન્યું છે. 

આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં પણ મોટાપાયે ફેરફાર થાય તેવી ચર્ચા છે. કારણ કે, છેલ્લા કેટલાક સમયથી લગ્નના ઘોડા અને રેસના ઘોડાની ટિપ્પણીને લઈને વિવાદ વકર્યો છે. આવામાં સંગઠનમાં પણ ફેરફાર થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. 

ગેનીબેન ઠાકોર અને પરેશ ધાનાણીએ પ્રભારી વાસનિક અને શક્તિસિંહની પસંદ રહી છે જ્યારે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને લાલજી દેસાઈ હાઈકમાન્ડની લિસ્ટમાં ટોપ પર છે. અમિત ચાવડા પણ પ્રદેશ પ્રમુખની રેસમાં ટોચ પર રહ્યા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *