ગાંધીનગરમાં ગાડી કેનાલમાં ખાબકી, બેનાં મોત બે લોકો ગુમ

ગાંધીનગરમાં એક ખુબ જ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ગાંધીનગરની નભોઇ કેનાલમાં રસ્તે જઇ રહેલી કાર ખાબકી હતી. ગાડીમાં કુલ ચાર લોકો બેઠેલા હતા. જો કે ગાડી પડતાની સાથે જ ડુબવા લાગી હતી.

ફાયરને ઘટના અંગે જાણ થતા તત્કાલ ઘટના સ્થળે પહોંચીને રેસક્યું હાથ ધરવામાં આવ્યો છે. ચાર લોકો પૈકી બે લોકોનાં મૃતદેહને ફાયર દ્વારા બહાર કાઢવામાં આવ્યા છે. જેમાં એક યુવક અને યુવતીનો સમાવેશ થાય છે. જ્યારે બે વ્યક્તિ હજી પણ ગુમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *