CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરી રથયાત્રનો શુભારંભ કરાવ્યો, જાણો શું છે પહિંદ વિધિ?

Oplus_131072

148મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ પહિંદ વિધિ દ્વારા કરવામાં આવ્યો હતો. અને વર્ષો જૂની પ્રણાલી અને પરંપરા અનુસાર ગામના રાજા એટલે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિધિ કરીને વિધિવત રીતે ભગવાનના રથને નગર ચર્યા માટે લઈ જવાયો છે.

ઉલ્લેખનીય છે કે આજે સવારે 4 વાગે થતી મંગળ આરતીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગળા આરતી કરી હતી. આ સાથે મંદિર ખાતે હાજર સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા.આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા, 18 ભજન મંડળીઓ અને 3 બેન્ડવાજાવાળા જોડાશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી 2500 જેટલા સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં જોડાશે. આ સાથે www.jagannathjiahd.org વેબસાઇટ પર ભક્તો ઓનલાઈન રથયાત્રાના દર્શનનો પણ લાભ લઈ શકશે.

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે પહિંદ વિધિથી રથયાત્રાની શરૂઆત કરી તે પહિંદ વિધિ ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા કરવામાં આવે છે. પુરીમાં પહિંદ વિધિનો મતબલ છેરા પહેરા વિધિ. વર્ષો જૂની પરંપરા મુજબ આ વિધિ નગરના રાજા કરે છે. અને માત્ર રાજા જ આ વિધિ કરી શકે છે. આ વિધિ એટલે કે સોનાની સાવરણીથી ભગવાનના રથના માર્ગને સાફ અને સ્વચ્છ કરવો. એટલે કે CM સોનાની સાવરણીથી ભગવાનના રથના પ્રસ્થાન પહેલા તે મારગએને સાફ કરીને ચોખ્ખો કરે છે અને પછી ભગવાનને નગરચર્યાએ જવા માટે વિંનતી કરે છે.

રથનો માર્ગ પણ સોનાની સાવરણીથી સાફ કરવામાં આવે છે. અમદાવાદમાં આ 148 મી રથયાત્રા છે અને વર્ષો જૂની પરંપરા મુજબ ગુજરાતમાં મુખ્યમંત્રી પરંપરા મુજબ પહિંદ વિધિ કરે છે.મુખ્યમંત્રી સૌથી પહેલા ભગવાનના રથનું દોરડું ખેંચે છે અને રથને ગતિ આપે છે. વર્ષ 1990થી અમદાવાદની રથયાત્રમાં પહિંદ વિધિ થાય છે. અમદાવાદ ઉપરાંત પુરીમાં પણ રથયાત્રામાં પુરીના રાજા પહિંદ વિધિ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *