Iran Israel War: યુદ્ધ સમાપ્ત…. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયર લાગુ, US રાષ્ટ્રપતિ ટ્રમ્પની રણનીતિનું આવ્યું પરિણામ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંપૂર્ણ યુદ્ધવિરામ પર સંમતિ બની ગઈ છે. બંને દેશો મધ્ય પૂર્વમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા સંમત થયા છે. ટ્રમ્પની જાહેરાત પછી, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ અમલમાં આવ્યો છે. તે જ સમયે, કતારે તેનું હવાઈ ક્ષેત્ર ફરીથી ખોલ્યું છે. સોમવારે ઈરાને કતારની રાજધાની દોહામાં આવેલા અમેરિકી લશ્કરી મથક પર મિસાઈલથી હુમલો કર્યો હતો.
આ હુમલામાં કોઈ અમેરિકન નાગરિકનું મોત થયું નથી
જોકે, આ હુમલાથી અમેરિકાને નજીવું નુકસાન થયું. આ હુમલામાં કોઈ અમેરિકન નાગરિકનું મોત થયું નથી. US પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કર્યું, ‘બધાને અભિનંદન!’ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંપૂર્ણ અને અંતિમ યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ ગઈ છે. યુદ્ધવિરામ છ કલાકની અંદર શરૂ થશે અને ઈરાને પહેલા તેનું પાલન કરવું પડશે.
ઈરાન યુદ્ધવિરામનું પાલન કરે તે પછી, આગામી 12 કલાક પછી ઇઝરાયલ પણ યુદ્ધવિરામમાં જોડાશે. 24 કલાક પછી યુદ્ધ ઔપચારિક રીતે સમાપ્ત થયું માનવામાં આવશે.તેમણે કહ્યું, ભગવાન ઈરાનને આશીર્વાદ આપે, ભગવાન ઇઝરાયલને આશીર્વાદ આપે, ભગવાન મધ્ય પૂર્વને આશીર્વાદ આપે, ભગવાન અમેરિકાને આશીર્વાદ આપે અને ભગવાન સમગ્ર વિશ્વને આશીર્વાદ આપે.
આ પણ વાંચો, Vadodara: વડોદરામાં સતત બીજા દિવસે વધુ એક શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી, વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ