Extremely heavy rain alert: અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ! ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટ અપાયું

હવામાન વિભાગ વરસાદને લઈ મહત્વની આગાહી કરી છે. જે મુજબ દક્ષિણ તથા સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે તો કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજના દિવસ માટે જે આગાહી છે તેમાં 30-40 કિલોમીટર પ્રતિકલાકની પવનની ગતિ સાથે વરસાદ ખાબકવાની સંભવાના છે.

આજે 21 જૂનેના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને કચ્છમાં વરસાદ વરસી શકે છે. જ્યારે કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભવાનાઓ પણ વ્યક્ત કરાઈ છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના મહેસાણા, અરવલ્લી સહિત આણંદ, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જેવા ભાગોનો પણ સમાવેશ થાય છે.

22 જૂનની વરસાદની આગાહી

ગાંધીનગર અને અમદાવાદ સહિતના પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ અને તાપી, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે

23 જૂનની વરસાદની આગાહી

23 જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર તથા પંચમહાલ, દાહોદ, મહીસાગર, ડાંગ, તાપી, રાજકોટ, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગર તેમજ બોટાદમાં ભારે વરસાદની આગાહી છે.

ઓરેન્જ અને યલો એલર્ટ અપાયુ

24થી 26 તારીખ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *