Kadi Assembly by-election: કડી વિધાનસભા પેટા ચૂંટણી, AAPએ ઉમેદવારનું નામ કર્યું જાહેર

કડી વિધાનસભાથી મોટા સમાચાર સામે આવ્યા છે. કડી વિધાનસભા બેઠક પર યોજાનારી પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.. આમ આદમી પાર્ટીએ આ બેઠક પર જગદીશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇસુદાન ગઢવીએ જગદીશ ચાવડાના નામની જાહેરાત કરી હતી.

મહત્વનું છે કે આમ આદમી પાર્ટી કડી અને વિસાવદર બન્ને બેઠકો પર એકલા હાથે પેટા ચૂંટણી લડી રહી છે..વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટી પહેલેથીજ ઉમેદવારની જાહેરાત કરી ચૂકી છે.. આ બેઠક પર પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે.. હવ કડી બેઠક પર પણ પાર્ટીએ ઉમેદવારની જાહેરાત કરી દીધી છે ત્યારે એમ કહી શકાય કે વિસાવદર બેઠકની જેમ કડી બેઠક ઉપર પણ ત્રિપાંખિયો જંગ ખેલાશે.આમ આદમી પાર્ટીના પ્રમુખ ઇસુદાન ગઢવીએ બન્ને બેઠકોની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો, Ahmedabad: આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ફોર અમદાવાદ દ્વારા વુમન્સ પ્રીમિયર લીગ -2025 નું આયોજન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *