Ahmedabad: ક્રિકેટ પ્રીમિયર લીગની બીજી આવૃત્તિનો શુભારંભ અમદાવાદમાં 31મેથી થશે

ક્રિકેટ પ્રીમિયમ લીગ (સીપીએલ)ની બીજી આવૃત્તિ S G હાઇવે પર , નિરમા યુનિવર્સિટીની સામે આવેલા એસજીવીપી ગ્રાઉન્ડ્સ ખાતે 31 મેથી 14 જૂન, 2025 દરમિયાન યોજાવા જઈ રહી છે. ચિરિપાલ ગ્રૂપની પ્રમુખ પહેલ સીપીએલ યોજવા પાછળનું મિશન ટોચના રણજી ટ્રોફી ખેલાડીઓ અને ઉભરી રહેલી સ્થાનિક પ્રતિભાઓને એક સંરચિત, સ્પર્ધાત્મક પ્લેટફૉર્મ પૂરું પાડીને ગુજરાતના ડોમેસ્ટિક ક્રિકેટના પરિદ્રશ્યને નવા સ્તરે લઈ જવાનું છે.ઉદ્ઘાટન સમારોહમાં SGVPના ઉપપ્રમુખ શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, શ્રી વિકાસ સહાય IPS,DGP અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના ઉપપ્રમુખ અને ગુજરાત રાજ્ય સહકારી બેંક અને ADB બેંકના અધ્યક્ષ શ્રી અજય પટેલ ઉપસ્થિત રહેશે.

વધુ સામર્થ્ય અને વધુ મહત્વકાંક્ષાઓની સાથે પરત ફરેલી વર્ષ 2025ની સીઝનમાં 6 દમદાર ટીમોને સામેલ કરવામાં આવી છે, જેમના નામ છેઃ સાબરમતી સ્ટ્રાઇકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિંગ્સ, હેરિટેજ સિટી ટાઇટન્સ, નર્મદા નેવિગેટર્સ અને ગાંધીનગર લાયન્સ. ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ)ના સહયોગની સાથે સીપીએલએ રાજ્યમાં ક્રિકેટની શ્રેષ્ઠતાને બિરદાવનારા પ્રમુખ ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકેનો પોતાનો દરજ્જો જાળવી રાખ્યો છે.

હેરિટેજ સિટી ટાઇટન્સ અને અમદાવાદ એરોઝ વચ્ચેની શરૂઆતની મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. ઓપનિંગ વીકેન્ડના રોજ ગાંધીનગર લાયન્સ વિરુદ્ધ સાબરમતી સ્ટ્રાઇકર્સ અને કર્ણાવતી કિંગ્સ વિરુદ્ધ નર્મદા નેવિગેટર્સની વચ્ચે પણ મેચ રમાશે, જે જબરદસ્ત હરીફાઈ અને ક્રિકેટની રોમાંચક એક્શનની સાથે આગામી 15 દિવસ માટેનો તખ્તો તૈયાર કરી દેશે. શ્રી રજીત દિવેટીયા સીપીએલના મેચ રેફરી રેહશે.

જીસીએના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને સાંસદ (રાજ્યસભા) શ્રી નરહરિ અમીનએ આ લીગનના વિઝનને પોતાનું સમર્થન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘હું આયોજકો રોનક ચિરીપાલ ,વંશ ચિરીપાલ અને ગૌરવ જૈન જેવા જુસ્સેદાર ઉદ્યોગસાહસિકોને સમર્થન પૂરું પાડીને ખૂબ જ ખુશ છું, જેમણે યુવાન અને ઉભરી રહેલા ક્રિકેટરોને સપોર્ટ કરવા માટે આ પ્રકારના મંચની રચના કરી છે. હું ઇચ્છું છું કે આઇપીએલની જેમ જ આ ટુર્નામેન્ટ ઝડપથી આગળ વધે અને આગામી વર્ષોમાં તે ભારતની શ્રેષ્ઠ લીગ્સમાંથી એક બની જાય. આ ટુર્નામેન્ટને સપોર્ટ પૂરો પાડવા બદલ હું જીસીએ, તેના હોદ્દેદારોનો અને સભ્યોનો આભારી છું. આશા રાખું છું કે આ બીજી આવૃત્તિ વધુ મોટી, વધુ સારી અને વધુ મનોરંજક બની રહેશે. તમામ ફ્રેન્ચાઇઝીના માલિકોને મારી શુભેચ્છાઓ છે. મને વિશ્વાસ છે કે તમામ ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ખેલદિલીની સાચી ભાવના રજૂ કરશે.’
આ ઉપરાંત તેમણે આ લીગની ભવિષ્યની આવૃત્તિઓમાં અંડર-14 અને અંડર-16ના ખેલાડીઓને સામેલ કરવા અંગે વિચારણા કરવાની ભલામણ કરી હતી, જેથી કરીને યુવાન ક્રિકેટરોને આ સ્પર્ધાત્મક રમતનો અનુભવ પ્રાપ્ત થઈ શકે અને તેમને તેમની કારકિર્દીને ઘડવામાં મદદરૂપ થઈ શકાય.

ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર અને સીપીએલના સહ-સ્થાપક શ્રી રોનક ચિરિપાલએ જણાવ્યું હતું કે, ‘સીપીએલ 2025 એ જ્યાં ગુજરાતની ક્રિકેટ રમવાની ભાવના ખીલી શકે અને સાચી પ્રતિભાઓને એક મંચ પ્રાપ્ત થઈ શકે તેવા એક પ્રમુખ પ્લેટફૉર્મની રચના કરવાના સપનાને સાકાર કરવાની દિશામાં લેવામાં બીજું મક્કમ પગલું છે. તેની પ્રથમ સીઝનને પ્રાપ્ત થયેલી અપાર સફળતાએ એ સાબિત કરી આપ્યું છે કે, ગુજરાતમાં આ રમતને સાર્થક કરવાની તીવ્ર મહત્વકાંક્ષા, ઝુનૂન અને પ્રતિભા એમ ત્રણેય ગુણો છે. હવે તેની આ બીજી સીઝનમાં આપણાં રાજ્યમાં તૈયાર થયેલા તારલાઓને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે લીગ વધુ મક્કમતા, વધુ જુસ્સા અને દ્રઢ નિશ્ચયની સાથે ફરી આવી ગઈ છે. ચિરિપાલ ફાઉન્ડેશનમાં અમે આ ચળવળને વધુ પ્રોત્સાહન આપવા માટે ખૂબ જ સમર્પિત છીએ, જેની દરેક મેચમાં ખેલાડીઓના જુસ્સા, ગૌરવ અને ક્ષમતાને બિરદાવવામાં આવે છે.’

જીસીએના ભૂતપૂર્વ સચિવ શ્રી હિતેશ પટેલએ જણાવ્યું હતું કે“સીપીએલમાં દરેક મેચ માટે ઇમ્પેક્ટ પ્લેયર હશે. જરૂર પડ્યે યુવા ખેલાડીઓને પણ તક આપવામાં આવશે. અમ્પાયર, ઓફિશિયલ સ્કોર્સ અને વિડીયો એનાલિસિસનું આયોજન ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવશે. બધા આઉટસ્ટેશન ખેલાડીઓ અને કોચિસની રહેવાની વ્યવસ્થા ચિરિપાલ ગ્રૂપ દ્વારા અગ્રણી 5 સ્ટાર હોટલમાં કરવામાં આવશે.

તમામ ટીમો સીપીએલ 2025ના પ્રથમ દિવસ માટે સજ્જ થઈ રહી છે ત્યારે સીપીએલ 2025 ક્રિકેટ, સૌહાર્દ અને સમુદાયની ધમાકેદાર ઉજવણી માટે તૈયાર છે, જે ભારતની સૌથી રોમાંચક ડોમેસ્ટિક ક્રિકેટ પ્રોપર્ટી હોવાનો પોતાનો દાવો મજબૂત કરે છે.

ચિરિપાલ ગ્રૂપ દ્વારા આ ટુર્નામેન્ટની પરિકલ્પના કરવામાં આવી છે. સીપીએલના આયોજનમાં અમૂલ,આવા, ફેનકૉડ, રીવોલ્ટ, એસજીવીપી હોસ્પિટલ, સ્વાતિ સ્વિચીઝ, અડોર, ગ્રૂ સોલર, શાંતિ એશિયાટિક સ્કુલ, રીલાયન્સ ટ્રેન્ડ્સ, વાડીલાલ અને ટિકાવૂએ અમૂલ્ય સહયોગ આપ્યો છે.

વિજેતાઓને પ્રાપ્ત થનારા રોકડ ઇનામો
ક્રિકેટ પ્રીમિયર લીગની ચેમ્પિયન ટીમને રૂ. 5 લાખના રોકડ પુરસ્કાર ઈનામરૂપે આપવામાં આવશે,જ્યારે રનર્સ-અપને રૂ.2.5 લાખના રોકડ પુરસ્કાર ઈનામરૂપે આપવામાં આવશે .મેન ઑફ ધી સીરીઝને રૂ. 51,000નું ઇનામ આપવામાં આવશે તેમજ દરેક મેન ઑફ ધી મેચને રૂ. 10,000નું ઇનામ આપવામાં આવશે .આ સંપૂર્ણ ટુર્નામેન્ટ દરમિયાન જે ખેલાડી સૌથી વધુ રન કરશે તેને બેસ્ટ બેટ્સમેન અને જે ખેલાડી સૌથી વધારે વિકેટો લેશે તે બેસ્ટ બોલરના પુરસ્કાર રૂપે રૂ. 25,000 રોકડ ઈનામ આપવામાં આવશે તો તૈયાર થઈ જાઓ, તમારા કૌશલ્યોને ધારદાર બનાવો અને ક્રિકેટ પ્રીમિયર લીગમાં સર્વોચ્ચ સિદ્ધિ માટે શરસંધાન સાધો – એક એવી પ્રીમિયર લીગ જેમાં દરેક જીત ફક્ત પ્રસિદ્ધિ જ નહીં પરંતુ કાયમ માટે યાદ રહી જનારા રીવૉર્ડ્સ પણ આપે છે!

આ પણ વાંચો, Operation Sindoor: મોદી સરકાર હવે ઘરે ઘરે સિંદૂર મોકલાવશે, દેશભરમાં 1 મહિનો ચાલશે અભિયાન 

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *