Operation Sindoor: મોદી સરકાર હવે ઘરે ઘરે સિંદૂર મોકલાવશે, દેશભરમાં 1 મહિનો ચાલશે અભિયાન 

ઓપરેશન સિંદૂર નું નામ દરેક ભારતીય સહિત વિશ્વના અનેક લોકોના મનમાં કોતરાયેલું છે. પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર હેઠળ જ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો. ભારતીય સેનાએ પોતાની બહાદુરી અને હિંમત બતાવીને 6 મેની મોડી રાત્રે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ભારતીય સેનાએ મોડી રાત્રે કરેલા આ કાર્યવાહીનું નામ ઓપરેશન સિંદૂર આપ્યું હતું.  હવે ભાજપા સરકાર દેશમાં ઘરે ઘરે ઓપરેશન સિંદૂરના પ્રતિક સમાન સિંદૂર મોકલાવશે. 

ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીનું ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ભવ્ય સ્વાગત થયું હતું. વિશ્વભરમાં પાકિસ્તાનના કરતૂતો જણાવવા માટે વિવિધ ટીમો મોકલી છે. જેઓ ઓપરેશન સિંદૂર કરવા પાછળનું કારણ વિશ્વભરને બતાવી રહ્યા છે. ત્યારે હવે દેશમાં પણ ઓપરેશન સિંદૂરની શૌયર્તા દર્શાવવા ઘરે ઘરે સિંદૂર પહોંચાડવામાં આવશે. દેશભરમાં 1 મહિના સુધી સતત અભિયાન ચલાવવામાં આવશે. 

મોદી સરકાર ઓપરેશન સિંદૂરની સફળતાને દરેક ઘર સુધી પહોંચાડવાની તૈયારી કરી રહી છે. આ અંતર્ગત દેશની દરેક મહિલાઓને સિંદૂર ભેટ તરીકે આપવામાં આવશે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, આ અભિયાનનો પ્રારંભ 9 જૂનથી શરૂ થશે. આ દિવસે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ તરીકે શપથ લીધા હતા, એટલે કે મોદી 3.0 શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો, Actor Kamal Haasan: અભિનેતા કમલ હાસન રાજ્યસભામાં જશે, DMK એ જાહેર કરી યાદી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *