Weather update: રાજ્યના આ જિલ્લામાં આગામી 3 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી

ગુજરાતમાં હજુ સુધી ચોમાસાએ દસ્તક દીધી નથી,. તેથી હાલ તે વરસાદ  વરસી રહ્યો છે તે પ્રિમોનસૂન એક્ટિવિટી અને થન્ડરસ્ટ્રોર્મ એક્ટીવિટીના ભાગ રૂપે વરસી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ 3 દિવસ રાજ્યમાં છૂટછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક મધ્યમથી ભારે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ  રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થઇ શકે છે. જેને પગલે ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખડેવા માટે સૂચના અપાઇ છે. તો આગામી સપ્તાહમાં ચોમાસાના આગમનની શક્યતા પણ છે.

28 મે અને 29 મે એટલે કે આજે અને કાલે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી અપાઇ છે.  દક્ષિણ ગુજરાત સહિત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. છોટા ઉદેપુર, દાહોદ અને મહીસાગરમાં પણ છુટાછવાયા સ્થળોએ પણ વરસાદનું અનુમાન છે.

અમદાવાદમાં આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ વરસી શકે છે.  તો રાજકોટ, વડોદરા સહિત મોટાભાગના શહેરમાં પણ છુટ્ટા છવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો, Horoscope: આ રાશિના જાતકોનો આજનો દિવસ મંગલમય રહેશે, અહીં જાણો તમારું રાશિફળ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *