Vadodara: વડોદરામાં PSI દારૂ ઢીંચી ટલ્લી થઈ ગયા, 3 વાહનને ઉડાવ્યા

Oplus_131072

વડોદરા શહેરમાં પોલીસ કર્મી દ્વારા નશાની હાલતમાં અકસ્માત સર્જવાની ઘટના સામેે આવી છે. છાણી GSFC બ્રિજ પર રોંગ સાઈડમાં કાર લઇને આવતા પીએસઆઇએ અન્ય કારને ટક્કર મારી હતી તેમજ બાઇક સવારને અડફેટે લીધો હતો. PSI વાય.એમ.પઢિયારે નશાની હાલતમાં આ અકસ્માત સર્જ્યો હતો. તેમની ગાડીમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. છાણી પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી.

PSI વાય.એમ.પઢિયાર રાજપીપળા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે. વડોદરા પોલીસે રાજપીપળા જિલ્લા પોલીસવડાને આ અંગે જાણ કરી છે. એવું જાણવા મળ્યું હતું કે પીએસઆઇ પઢીયાર હાલ રજા પર હતા, અને પોતાના ઘરે બોટાદ જઇ રહ્યાં હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જો કે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઇ ન હતી.

આ પણ વાંચો, UPSC Civil Services Exam: સમગ્ર દેશમાં આજે UPSCની સિવિલ સર્વિસિસની પરીક્ષા, વિદ્યાર્થીઓ આપશે બે પેપરની પરીક્ષા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *