Corona spread: વિશ્વમાં કોરોના વકર્યો, ભારતમાં હાલમાં 93 કેસ; સિંગાપોરમાં 14 હજાર નવા કેસ નોંધાયા

એશિયાના સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઇલેન્ડમાં કોરોના વાઇરસના કેસ ફરી વધી રહ્યા છે. આ દેશોમાં નવા કેસોની સંખ્યા વધી રહી છે. 1 મે થી 19 મે દરમિયાન, સિંગાપોરમાં 3000 દર્દીઓ મળી આવ્યા હતા. એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધીમાં આ સંખ્યા 11,100 હતી. અહીં કેસોમાં 28%નો વધારો થયો છે. જોકે ભારતમાં હાલમાં 93 કેસ છે.

જાન્યુઆરીથી હોંગકોંગમાં 81 કેસ નોંધાયા છે. જેમાંથી 30 લોકોનાં મોત થયાં છે. ચીન અને થાઇલેન્ડમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જોકે દર્દીઓની સંખ્યા અંગે અહીં કોઈ માહિતી આપવામાં આવી નથી.

આ વખતે, ઓમિક્રોનના નવા વેરિઅન્ટ JN1 અને તેના પેટા વેરિઅન્ટ LF7 અને NB1.8ને ચેપ માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે. અધિકારીઓ કહે છે કે અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી કે આ નવા પ્રકારો વધુ ખતરનાક છે અથવા પહેલા કરતા વધુ ઝડપથી ફેલાય છે. જોકે, તેમનું માનવું છે કે આ લહેર નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર અસર કરી શકે છે.

ચીન અને થાઇલેન્ડની સરકારો પણ કોવિડ અંગે સતર્ક છે. ચીનમાં, રોગની તપાસ માટે જતા દર્દીઓમાં કોરોના વાઇરસના કેસ બમણા થઈ ગયા છે.

લોકોને બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપવામાં આવી છે. ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્શનના ડેટા અનુસાર, કોવિડની લહેર ટૂંક સમયમાં તીવ્ર બની શકે છે.

તેમજ, થાઇલેન્ડમાં બે અલગ અલગ વિસ્તારોમાં કોવિડના કેસોમાં ઝડપથી વધારો થયો છે.

JN1 એ ઓમિક્રોનના BA2.86 નો એક સ્ટ્રેન છે. જે ઓગસ્ટ 2023માં પહેલી વાર જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2023માં, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ તેને ‘વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ જાહેર કર્યો.

તેમાં લગભગ 30 મ્યુટેશન્સ છે, જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, JN1 પહેલાંના વેરિઅન્ટ કરતાં વધુ સરળતાથી ફેલાય છે, પરંતુ તે ખૂબ ગંભીર નથી. તે વિશ્વના ઘણા ભાગોમાં સૌથી સામાન્ય વેરિયન્ટ બનેલો છે.

COVID-19 JN1ના લક્ષણો થોડા દિવસોથી લઈને અઠવાડિયા સુધી રહી શકે છે. જો તમારા લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે, તો તમને લોન્ગ-COVID હોઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં કોવિડ-19ના કેટલાક લક્ષણો સ્વસ્થ થયા પછી પણ ચાલુ રહે છે.

આ પણ વાંચો, Entertainment: ફ્લોરલ મિની ડ્રેસમાં ભોજપૂરી સ્ટાર મોનાલિસાનો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *