Weather update: રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, આ જિલ્લામાં 25 મે સુધી અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ 22મેથી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે એટલે કે કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ થઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, આ વર્ષે ચોમાસુ વહેલું હોવાથી આ વરસાદને પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ જોઇ શકાય છે. રાજ્યમાં 8 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું બેસી જવાની શક્યતા છે. જેના પગલે 21 મેથી જ રાજ્યના અનેક વિસ્તારમા વરસાદી માહોલ જામે કેવી શકયકા છે. 21 મેથી 25 મે સુધી રાજ્યમાં વરસાદનું અનુમાન છે.                                                                        

21 મેએ ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ 21મેથી જ ગુજરાતમાં વરસાદનું આગમન થઇ શકે છે. 21 મેએ મધ્યગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. ચોક્કસ જિલ્લાની વાત કરીએ તો વલસાડ ડાંગ,નવસારી,તાપી,સુરત,નર્મદા,ભરૂચ,છોટાઉદેપુર,વડોદરામાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી  મુજબ  22 મેએ વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાદેપુર, વડોદરા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદનું અનુમાન છે.  વાતાવરણમાં પલટાની વચ્ચે અને હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે. મહીસાગરના સંતરામપુરમાં કમોસમી વરસાદ વરસ્યો છે. સંતરામપુર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં માવઠું  થયું છે. પવન સાથે ખાબકેલા વરસાદે  લોકોની મુશ્કેલી વધારી છે.લુણાવાડા તેમજ અન્ય તાલુકાઓમાં પણ વાતાવરણ પલટાયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 8 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું બેસી જવાની શક્યતા છે.  ત્રણ દિવસ બાદ એટલે કે 23મેથી ચોમાસા પૂર્વેની પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થવાની પૂરી શક્યતા છે. આ સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે.

આ પણ વાંચો, http://તંત્ર થયું દોડતું:ભારતના આ શહેરમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું, 2ના મોત, 53 પોઝિટિવ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *