Jammu and Kashmir: ‘આતંકવાદ સામે અમે…’, રાજનાથ સિંહનો જમ્મુ-કાશ્મીરની ધરતી પરથી પાક.ને કડક મેસેજ

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. રક્ષા મંત્રી શ્રીનગર પહોંચી ગયા છે. તેમની સાથે એલજી મનોજ સિંહા પણ હાજર છે. તેમણે લશ્કરી અધિકારીઓ અને સૈનિકો સાથે મુલાકાત કરી.

રક્ષા મંત્રી ચિનાર કોર્પ્સના હેડ ક્વાર્ટર પહોંચ્યા, જે ઘાટીમાં સૈન્યનું નેતૃત્વ કરે છે. આર્મી કમાન્ડરે તેમને વર્તમાન સુરક્ષા પરિસ્થિતિ વિશે માહિતી આપી. પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી રાજનાથ સિંહની આ પહેલી જમ્મુ-કાશ્મીરની મુલાકાત છે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા અને વાયુસેનાના જવાનોને મળીને તેમનું મનોબળ વધાર્યું હતું.રક્ષા મંત્રી રાજનાથ સિંહે બદામી બાગ છાવણીમાં કહ્યું, ‘આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં તમારી વચ્ચે આવીને મને ગર્વ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ઓપરેશ સિંદૂર દરમિયાન તમે બધાએ જે કર્યું તેના પર સમગ્ર રાષ્ટ્રને ગર્વ છે. તમારા રક્ષા મંત્રી હોવા પહેલા હું એક ભારતીય નાગરિક છું. રક્ષા મંત્રી હોવા ઉપરાંત, હું એક ભારતીય નાગરિક તરીકે તમારો આભાર માનવા આવ્યો છું.’ રક્ષા મંત્રીએ કહ્યું કે અમને અમારી સેના પર ગર્વ છે. ઓપરેશન સિંદૂર એ આતંકવાદ સામેની એક મોટી કાર્યવાહી છે. પાકિસ્તાનને ભારે કિંમત ચૂકવવી પડી છે. આતંકવાદ સામે આપણે કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ.

રક્ષા મંત્રીએ કહ્યું, ‘પહેલગામ હુમલા પછી જે રીતે જમ્મુ-કાશ્મીરના લોકોએ પાકિસ્તાન અને આતંકવાદીઓ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો, હું જમ્મુ-કાશ્મીરના લોકોને પણ સલામ કરું છું. હું અહીં એ ઉર્જાનો અનુભવ કરવા આવ્યો છું, જેને દુશ્મનોને નેસ્તનાબૂદ કરી દીધા. જે રીતે તમે સરહદ પાર પાકિસ્તાની ચોકીઓ અને બંકરોને નષ્ટ કર્યા, મને લાગે છે કે દુશ્મન તેને ક્યારેય ભૂલી શકશે નહીં. સામાન્ય રીતે લોકો જોશમાં હોશ ગુમાવી દે છે. પરંતુ તમે તમારો જોશ પણ રાખો, હોશ પણ રાખ્યો અને સૂઝબૂઝ સાથે દુશ્મનના ઠેકાણાઓનો નાશ કર્યો છે.’

રાજનાથ સિંહે કહ્યું, “ઓપરેશન સિંદૂર એ ઇતિહાસમાં આતંકવાદ સામે ભારત દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી કાર્યવાહી છે. છેલ્લા 35-40 વર્ષથી, ભારત સરહદ પાર આતંકવાદનો સામનો કરી રહ્યું છે. આજે, ભારતે આખી દુનિયાને સ્પષ્ટ કરી દીધું છે કે આપણે આતંકવાદ સામે કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ. પહેલગામમાં આતંકવાદી ઘટનાને અંજામ આપીને, ભારતના માથા પર ઘા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ભારતની સામાજિક એકતાને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમણે ભારતના માથા પર હુમલો કર્યો, આપણે તેમની છાતી પર ઘા કર્યા છે. પાકિસ્તાનના ઘાનો ઈલાજ એ વાતમાં રહેલો છે કે તે ભારત વિરોધી અને આતંકવાદી સંગઠનોને આશ્રય આપવાનું બંધ કરે, અને તેની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ ન થવા દે.”

22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના 15 દિવસ પછી, 7 મેના રોજ, ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. જેમાં ઘણા કુખ્યાત આતંકવાદીઓ પણ માર્યા ગયા. આ પછી, બંને દેશો વચ્ચેની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ અને તણાવ બે દાયકા પછી હરામ પર પહોંચી ગયો. પાકિસ્તાને ભારતીય શહેરોને નિશાન બનાવવાનું શરૂ કર્યા પછી, ભારતના વાયુ સંરક્ષણ પ્રણાલીએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવીને જડબાતોડ જવાબ આપ્યો. ભારતે વળતો પ્રહાર કર્યો અને 14 પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓનો નાશ કર્યો. આનાથી ગભરાઈને, પાકિસ્તાને 10 મેના રોજ ભારત સમક્ષ યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો, જેને બંને દેશોએ પરસ્પર ચર્ચા બાદ લાગુ કર્યો. જોકે, થોડા કલાકો પછી પાકિસ્તાન દ્વારા તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, જેનો ભારતીય સેનાએ યોગ્ય જડબાતોડ આપ્યો.

આ પણ વાંચો, Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 100 બાળકોને કોકલીયાર ઈમ્પ્લાન્ટ અને એક્સ્ટર્નલ સ્પીચ પ્રોસેસર મશીનનું વિતરણ કરાયું

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *