Savarkundla: વેપારીએ કરી આત્મહત્યા, ભાજપ નેતા સહિત વ્યાજખોરો સામે નોંધાયો ગુનો

સાવરકુંડલામા શહેર ભાજપ ઉપપ્રમુખ સહિત આઠ વ્યાજખોરોના ત્રાસના કારણે એક વેપારીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ ઉપપ્રમુખ ભાવેશ ગોલણભાઇ વિકમાને પક્ષમાથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતા.

મળતી જાણકારી અનુસાર, સાવરકુંડલામાં શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ  વિકમા સહિત આઠ વ્યાજખોરોના ત્રાસના કારણે એક વેપારીએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર મામલે સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ ગોલણભાઇ વિકમાને જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ પક્ષમાથી સસ્પેન્ડ કર્યા હતા. ભાવેશ વિકમા સામે વ્યાજખોરી, મિલકત પચાવી પાડવા અને ધાકધમકી અંગે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. તે ગુનાહિત પ્રવૃતિમા સંડોવાયેલ હોય તેને પાર્ટીની તમામ જવાબદારી અને સક્રિય સભ્ય પદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામા આવે છે. નોંધનીય છે કે ફરસાણ અને મીઠાઇના વેપારી અશોકભાઇ ચૌહાણે વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરી લીધો હતો.

સાવરકુંડલા મેઈન બજારમાં શ્યામ શ્રદ્ધા સ્વીટની દુકાન ધરાવતા વેપારીએ વ્યાજખોરના ત્રાસથી ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે સાવરકુંડલામા ફરસાણ અને મીઠાઇના વેપારી અશોકભાઇ છગનભાઇ ચૌહાણે ગઇકાલે જુદાજુદા આઠ વ્યાજખોરના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. જેને પગલે પોલીસે ગુનો નોઁધી તપાસ શરૂ કરી હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ સાવરકુંડલા શહેર ભાજપ ઉપપ્રમુખ ભાવેશ ગોલણભાઇ વિકમાને પક્ષમાથી સસ્પેન્ડ કર્યા હતા. આ અંગે તેમણે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પણ જાણ કરાઇ હતી. જેમા જણાવ્યુ હતુ કે ભાવેશ વિકમા સામે વ્યાજખોરી, મિલકત પચાવી પાડવા અને ધાકધમકી અંગે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. તે ગુનાહિત પ્રવૃતિમા સંડોવાયેલ હોય તેને પાર્ટીની તમામ જવાબદારી અને સક્રિય સભ્ય પદેથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામા આવે છે.

આ પણ વાંચો, Mahisagar: પાંચ વર્ષની બાળકી પર આચરાયું દુષ્કર્મ, સંબંધીએ બનાવી હવસનો શિકાર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *