Pahalgam attack: આ હતા પહેલગામમાં હુમલો કરનારા આતંકીઓ, પોસ્ટર બહાર પડ્યું, 20 લાખના ઈનામનું એલાન

22 એપ્રિલના પહેલગામ આતંકીઓને લઈને એક મોટી ખબર સામે આવી છે. સુરક્ષા દળોએ પહેલગામ હુમલાના આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા છે. જમ્મુ-કાશ્મીરમાં જાહેર સ્થળોએ આતંકવાદીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને તેમના માથા પર 20 લાખના ઈનામનું એલાન કરાયું છે.

આતંકીઓની ઓળખ જાહેર કરતાં સુરક્ષા એજન્સીઓએ આતંકીઓને માહિતી આપનારને 20 લાખનું ઈનામ આપવાની પણ વાત કરી છે અને માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.પોસ્ટરમાં દેખાતાં આતંકીઓ બધા પાકિસ્તાની છે અને તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા છે. તેમના કોડ નામ મૂસા, યુનુસ અને આસિફ હતા અને તેઓ પૂંછમાં પણ આતંકી હુમલામાં સામેલ હતા.

ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં 24 પ્રવાસીઓ સહિત 26 લોકો માર્યા ગયા હતા. આ ભયાનક ઘટના 2019માં પુલવામા આતંકવાદી હુમલા પછી ખીણમાં થયેલો સૌથી ઘાતક હુમલો છે. મૃતકોમાં બે વિદેશી અને એટલા જ સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. પ્રતિબંધિત પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા આતંકવાદી જૂથના છાયા સંગઠન, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી.

આ પણ વાંચો, જમ્મુ કાશ્મીરમાં લશ્કરના આતંકવાદીઓને સેનાએ ઘેર્યા, સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *