PM Modi આજે રાત્રે 8 વાગ્યે દેશને કરશે સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ દેશને પ્રથમ વખત સંબોધન કરશે.  ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી દેશને પ્રથમ વખત સંબોધન કરવા જઈ રહ્યા છે. પીએમ મોદીએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કાર્યવાહી બાદ હવે પ્રજાજોગ સંબોધન કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે આઠ વાગ્યે દેશવાસીઓને સંબોધિત કરશે. જેમાં તેઓ ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી શકે છે. તેમજ ભારતીય સેનાની બહાદૂરીને બિરદાવશે. ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર બાદ વડાપ્રધાન મોદીનું આ પ્રથમ જાહેર સંબોધન છે.

પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારત સરકારે 7 મેના રોજ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધરીને પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહી કરી હતી.

પહેલગામ હુમલા બાદ પીએમ મોદી સાઉદી પ્રવાસ છોડીને તુરંત ભારત પરત ફર્યા હતા. ગૃહમંત્રી અમિત શાહને તાત્કાલિક ઘટના સ્થળે દોડાવ્યા હતા. ત્યાર બાદ વિપક્ષો સાથે બેઠક અને સેનાની ત્રણેય પાંખના વડાઓ, વિદેશ મંત્રાલય, રક્ષામંત્રાલય અને ગૃહમંત્રાલય સાથે સતત સંકલનમાં રહીને પીએમ મોદીએ ઓપરેશન સિંદૂરને આખરી ઓપ આપ્યો હતો. દેશવાસીઓની માંગ હતી કે આંતકીઓ સામે પીએમ મોદી સખત કાર્યવાહી કરે. પીએમ મોદીએ પણ બિહારમાંથી જાહેરમાં લલકાર્યું હતું કે આતંકીઓ અને આતંકીઓના આકાઓએ વિચાર્યું નહીં હોય તેવી સજા આપીશું. 

ત્યાર બાદ પીએમ મોદીની સતત નિગરાનીમાં અને વૈશ્વિક રાજકીય કુટનીતિ સાથે પાકિસ્તાનમાં રહેલા 9 જેટલા આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત કર્યા હતા. માત્ર 7 દિવસમાં જ પાકિસ્તાને ઘૂંટણીએ પડી ગયું અને અમેરિકાની મધ્યસ્થી થકી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ થયો હતો. ત્યારે આજે પીએમ મોદી સમગ્ર દેશવાસીઓને 8 કલાકે સંબોધન કરશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *