ગુજરાતમાં હજુ 2 દિવસ….’, પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને લઇ પરેશ ગોસ્વામીની આગાહી

ગુજરાતના હવામાન વિશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યમાં હજુ 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, બોટાદ, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શનિવારે જૂનાગઢ, પોરબંદર સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 22 મે સુધી ચોખ્ખું વાતાવરણ રહેશે. 2 દિવસ વાદળા જોવા મળશે. જેના લીધે તાપમાનમાં ઘટાડાઓ થશે પણ ફરીથી તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી પહોંચશે. આજે અને આવતીકાલે વરસાદી માહોલ છવાયેલો રહેશે. ત્યારબાદ રાજ્યમાં ફરી ગરમીનો અનુભવ થશે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. આજે રાજ્યના તમામ જિલ્લામાં છુટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પવનની ગતિ 30 થી 40 કિમીની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *