Government of Gujarat: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતી તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખી, ગુજરાત સરકારે રાજ્યમાં સાવચેતીના પગલાં સ્વરૂપે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ આ નિર્ણય મુજબ, આવતી 15 તારીખ સુધી રાજ્યમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
રાજ્ય સરકાર તરફથી ગ્રાહ્યમંત્રીએ હર્ષ સંઘવીએ જાહેરમાં અપીલ કરી છે કે તમામ નાગરિકોએ સરકારની જાહેર કરેલી માર્ગદર્શિકા અને આદેશોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. તેઓએ કહ્યું કે આ પગલાં તમારી અને તમારા પરિવારની સલામતી માટે છે અને રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા માટે સહયોગ આપવો જરૂરી છે.સરકારના આદેશ મુજબ, કોઈપણ પ્રકારના સામૂહિક કાર્યક્રમો, ઉજવણીઓ કે સમારંભોમાં પણ ફટાકડા ફોડવાની મનાઈ રહેશે. માત્ર ફટાકડા નહીં, પણ ડ્રોન ઉડાડવાની પણ મંજૂરી આપવામાં નહીં આવે. આ નિર્ણય રાજ્યની આંતરિક સલામતી અને શાંતિ જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે. તણાવની સ્થિતિના કારણે અસામાજિક તત્ત્વો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થવાની શક્યતાઓથી બચવા માટે આ પગલાં જરૂરી ગણવામાં આવ્યા છે.
જિલ્લા અને શહેરોના કચેરીઓને પણ આ અંગે સૂચના આપવામાં આવી છે કે તેઓ કડક નજર રાખે અને જરૂરી હોય ત્યાં કાયદેસર કાર્યવાહી કરે. પોલીસ તંત્રને પણ સતર્ક રહેવા માટે જણાવાયું છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે અને 15 તારીખ સુધી યથાવત્ રહેશે. બાદમાં સ્થિતિનો પુનર્વિચાર કરીને આગળનો નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકારની અપીલ છે કે નાગરિકો ગેરફાયદાની અફવાઓમાં ન આવે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ નિકટમ પોલીસ સ્ટેશનમાં કરે.
આ પણ વાંચો, Waqf Board scam case: અમદાવાદમાં સલીમખાન જુમ્માખાન પઠાણના ઘરેથી EDએ જપ્ત કરી રોકડ અને ક્રિપ્ટો ચલણ