War and weather બંન્ને દ્રષ્ટિએ આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ માટે સૌથી ભારે

 ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ ઊભું થયું છે ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હજુ પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી ચાર દિવસમાં ગુજરાતમાં અનેક જગ્યા ઉપર વીજળીના કડાકા સાથે ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.

સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં વરસાદ રહેશે. જ્યારે 52-60 kmph ની ઝડપે પવન ફંકાશે. આમ કમોસમી વરસાદના કારણે ગરમી ઓછી થશે પણ તાપમાનમાં 24 કલાક બાદ 2 થી 4 ડિગ્રી વધશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત ત્રણ દિવસથી વરસાદ અને અને વિજળીના કડાકા ભડાકા સાથે વાતાવરણ ચોમાસા કરતા પણ ભયાનક ભર ઉનાળે ઉભુ થયું છે.છેલ્લા 5 દિવસથી ઉનાળો હોવા છતા ગુજરાતનાં અલગ અલગ વિસ્તારોમાં સ્થિતિ ખુબ જ વિપરિત બની છે. ભર ઉનાળે ગુજરાતનાં મોટા ભાગના જિલ્લાઓમાં તબક્કાવાર રીતે વરસાદ અને તોફાનનાં કારણે લગભગ આખુ ઉનાળુ પાક નિષ્ફળ ગયો છે. બીજી તરફ કમોસમી વરસાદનાં કારણે શહેરોની હાલત પણ કફોડી થઇ છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા હજી પણ વાતાવરણ ડિસ્ટર્બ રહેવાની આગાહી કરતા નાગરિકો ચિંતામાં મુકાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સાથે ટેન્શનનાં કારણે ગુજરાતી નાગરિકો પહેલાથી જ ચિંતામાં છે. પાકિસ્તાન દ્વારા ગુજરાતનાં કચ્છ જિલ્લા પર હુમલાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જે ભારતની મજબુત એસ 400 ડિફેન્સ સિસ્ટમનાં કારણે નિષ્ફળ રહ્યું છે. જો કે બંન્ને દેશો વચ્ચે સતત વધી રહેલા ટેંશનનાં કારણે પાકિસ્તાન સાથે સીમા ધરાવતા રાજ્યોમાં ભારે ટેન્શન છે.

આ પણ વાંચો, Ministry of External Affairs of India: જો પાકિસ્તાન ફરીથી હુમલો કરશે તો તેને પરિણામ ભોગવવું પડશે : ભારત વિદેશ મંત્રાલય

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *