Unseasonal rain: ગુજરાતમાં કમોસમી વરસાદે સર્જી તારાજી, 53 તાલુકામાં ગાજવીજ, ભારે પવન સાથે ધોધમાર વરસ્યો વરસાદ

હવામાન વિભાગની આગાહી વચ્ચે માવઠાએ રાજ્યને ઘમરોળી નાખ્યું છે. રાજ્યના 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે  હજુ આજે પણ 18 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર થયું છે.  સોમવારે ભાવનગરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. શિહોરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. 13 તાલુકામાં અડધાથી પોણા ઇંચ વરસાદ વરસ્યો છે.

મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ સોમવારે માવઠાના સંકટે ચિતા વધારી છે. મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સોમવારે મોડી સાથે માવઠાએ અમદાવાદને પણ ઘમરોળ્યું અહીં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં અનેક જ્ગ્યાએ હોર્ડિગ્સ પડી ગયા હતા તો અનેક જગ્યા પાણી ભરાઇ જતા જનજીવન પ્રભાવિત થયું છે.

સાબરકાંઠા જિલ્લામાં સોમવારે વાતાવરણમાં પલટો આવ્યો અને ઘૂળભરી આંધી સાથે અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો, વરસાદના કારણે અહીં વીજળી ગૂલ થઇ જતાં અને અનેક વિસ્તારમાં પાણી ભરાતા જન જીવન બહુ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.  ઈડર શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા . અનેક વિસ્તારમાં વીજળી ગૂલ થઇ ગઇ હતી. આ વિસ્તારમાં ખાસ કરીને માવઠાથી બાગાયતી પાકને નુકસાન થયું છે.

નવસારીમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો,  ગણદેવી, બિલીમોરા, ચીખલી સહિતના વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી છે. . અનેક જગ્યાએ કેરીઓ ખરી પડી જતાં ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.  બિલીમોરા શહેરમાં  વરસાદને કારણે વીજળી ગૂલ થઇ જતાં  અંધારપટ છવાઇ ગયો હતો.

સાબરકાંઠાના વડાલીમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે. વડાલી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલે જમાવટ કરી થછે. . વડાલીથી થેરાસણા ગામ તરફ જવાના રસ્તે જ વૃક્ષ  ધરાશાયી થતાં રસ્તો બ્લોક થઇ ગયો છે.

આ પણ વાંચો, Weather Update: રાજ્યના 25થી વધુ જિલ્લા માટે આગામી ત્રણ કલાક ભારે, 61 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે પવન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *