Ahmedabad: અમદાવાદના વાતવારણમાં અચાનક પલટો, ભારે પવન સાથે ઠેર-ઠેર ઉડી ધૂળની ડમરી

અમદાવાદમાં ભર ઉનાળે કમોસમી મુસીબત જામી છે. શહેરના ગુરૂકુળ, માનસી ચાર રસ્તા, ગોતા, વટવા, પકવાન ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં આંધી-તુફાન સાથે ધૂળની ડમરીઓ ઉડી છે.

અમદાવાદના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. અમદાવાદના SG હાઈવે સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. ધૂળભરી આંધીથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ભારે પવન ફૂંકાતા અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. અમદાવના ઘણાં વિસ્તારોમાં વરસાદ પણ પડી રહ્યો છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદના વાતાવરણમાં આવતીકાલે મંગળવારથી પાંચ દિવસ માટે પલટો આવી શકે છે અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મઘ્યમ વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાતોને મતે મંગળવારે 63 ટકા, બુધવારે 70 ટકા, ગુરૂવારે 43 ટકા, શુક્રવાર-શનિવારે 40 ટકા જેટલી વરસાદની સંભાવના છે.

રવિવારે પડેલા કમોસમી વરસાદ બાદ રાજકોટ, ભાવનગર અને બોટાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારથી વાતાવરણમાં પલટા બાદ અલગ અલગ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. ઉનાળાની ઋતુમાં માવઠું થતાં જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકશાન થવાની શક્યતા છે. 

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બોટાદ તાલુકાના પીપરડી, પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે.  જ્યારે રાજકોટના પારડી, વિંછીયા સહિતના વિસ્તારોમાં પણ કરા, પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભાવનગરના વાતાવરણમાં પલટો જોવા મળતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. 

આ પણ વાંચો, રાજ્યના 25થી વધુ જિલ્લા માટે આગામી ત્રણ કલાક ભારે, 61 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાશે પવન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *