Khedbrahma: ખેડબ્રહ્મા પોશીના હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાતા 3ના મોત, 10 ઘાયલ

 ગુજરાતમાંથી સતત અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે એવામાં ફરી સાબરકાંઠામાંથી ગંભીર અકસ્માતની માહિતી સામે આવી રહી છે. સાબરકાંઠા હાઈવે પરથી ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી રહી છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા પોશીના હાઈવે પર હિંગઠીયા ગામ પાસે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

બસ, બાઈક અને ખાનગી જીપ વચ્ચે અકસ્માત સર્જાતાં 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં છે જ્યારે  10 લોકો ઈજાગ્રસ્ત પામ્યા છે. મૃત્યુ આંક વધવાની સંપૂર્ણ સંભાવના વર્તાઈ રહી છે. હાઇવે રોડના કલર કામનું કામ ચાલુ હોવાને લઈને વન-ડે હાઇવે કરવામાં આવ્યો હતો જેમાં ઓવરટેકમાં અકસ્માત સર્જાયો હતો.

તાજેતરમાં જ હિંમતનગરમાં સાત યુવકોના મોતની ઘટના બાદ વડાલીમાં 29 લોકો ઘાયલ થયા હતા. ગુજરાત ભરમાં અકસ્માતોની વર્ણથંભી વણઝાર યથાવતરુપે જોવા મળી રહી છે. ખેડબ્રહ્મા ખેરોજ પોશીના પોલીસ ઘટના સ્થળે પહોંચવા માટે રવાના થયા છે. તેમજ 108ને પણ જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો, Income tax: 2 લાખ રૂપિયાથી વધુની મિલકત ખરીદીમાં રોકડ લેવડ-દેવડ કરશો તો હવેથી ઈન્કમટેક્સ વિભાગને માહિતી આપવી પડશે

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *