Girnar પર ટ્રેકિંગ માટે ગયેલા વિદ્યાર્થીઓના જૂથ પર મધમાખીઓનો હુમલો, 35થી વધુ વિદ્યાર્થીઓને ડંખ માર્યા

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલા જોગણીયા ડુંગર નજીક ટ્રેકિંગ માટે ગયેલા 100 વિદ્યાર્થીઓ અને 9 ઇન્સ્ટ્રક્ટરોના જૂથ પર મધમાખીના ઝૂંડે આકસ્મિક હુમલો કર્યો. આ દુર્ઘટનામાં 35થી વધુ વિદ્યાર્થીઓ અને એક ઇન્સ્ટ્રક્ટરને મધમાખીએ ડંખ મારતાં તેમને તાત્કાલિક જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબી સ્ટાફ અને તંત્રની ઝડપી કાર્યવાહીથી બાળકોને તાત્કાલિક સારવાર મળતાં હાલ તમામ વિદ્યાર્થી સુરક્ષિત અને સ્થિર હાલતમાં છે.

ટ્રેકિંગ શિબિરમાં ભાગ લઈ રહેલા વિદ્યાર્થીઓ સવારે 9:30 કલાકે તાલીમ પૂર્ણ કરીને જ્યારે પાજનાકા પુલ તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે મધમાખીઓના ઝૂંડે અચાનક હુમલો કર્યો. આ ઘટનાની જાણ ટ્રેકિંગ કેમ્પના ઇન્સ્ટ્રક્ટરને કરવામાં આવી હતી, જેમણે 108 એમ્બ્યુલન્સને બોલાવીને તાત્કાલિક મદદ માગી હતી.

શૈલેષ બોલસે, શિબિર સંચાલક, જણાવે છે કે “અમે ગિરનાર પર્વત પર આવેલા જોગણીયા ડુંગર પર સવારના સમયે ટ્રેકિંગ માટે ગયા હતા. પરત ફરતી વખતે, મધમાખીઓના એક મોટાં ઝૂંડે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવીને તમામને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.”

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. કૃતાત બ્રહ્મભટ્ટે જણાવ્યું કે:”આજે ગિરનાર ટ્રેકિંગ કેમ્પ દરમિયાન થયેલી મધમાખીના હુમલાની ઘટનામાં 35થી વધુ બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તમામ બાળકોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. કોઈ પણ બાળકની સ્થિતિ ગંભીર નથી. મધમાખી કરડતા કિસ્સાઓમાં દર્દીને મધમાખીને ડંખથી શરીરમાં થતી બળતરા ને રાહત મળે તે માટે ઇન્જેક્શન તેમ જ દવાઓ આપવામાં આવતી હોય છે, તેમજ ઘણા કિસ્સાઓમાં ક્યા પ્રકારની મધમાખી યે ડંખ માર્યો છે તેને લઈને પણ અલગ પ્રકારની સારવાર કરવામાં આવતી હોય છે અને ઘણી વખત ઝેરી મધમાખીના ડંખથી લોકોના જીવનું જોખમ પણ રહે છે. ત્યારે આજે જે બાળકો મધમાખીના હુમલાનો શિકાર બન્યા છે તે તમામ બાળકોને સમયસર પૂરતી સારવાર આપી સુરક્ષિત રાખવામાં આવ્યા છે.હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં તબીબો અને નર્સિંગ સ્ટાફ હાજર હોવાથી સારવાર તુરંત શરૂ કરી દેવામાં આવી હતી.”

સવારના 9 વાગ્યે ફાયર વિભાગને ઇમરજન્સી કોલ મળ્યો હતો કે જોગણીયા ડુંગર નજીક ટ્રેકિંગ માટે ગયેલા બાળકો પર મધમાખીઓએ હુમલો કર્યો છે. કોલ મળતાં ફાયર વિભાગની ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા સ્થળ પરથી વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરીને સલામત રીતે 108 મારફતે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.”

આ પણ વાંચો, SPIPAમાં UPSC 2024માં સફળ થયેલા 26 તાલીમાર્થીઓનો સન્માન સમારંભ, CMએ તાલીમાર્થીઓને સન્માનિત કર્યા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *