તારીખો નોટ કરી લેજો, ગુજરાતમાં આવશે તીવ્ર માવઠું, સાથે કરા પડશે: Paresh Goswami

રાજ્યમાં અંગ દઝાડતી ગરમી વચ્ચે કમોસમી વરસાદને લઈ મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આગાહી પ્રમાણે ક્યાંક વરસાદ તો ક્યાંક કરા પડશે. પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે 3થી 10 મે દરમિયાન તીવ્ર માવઠુ પડશે. જેમાં ખાસ કરીને મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગ ઝરતી ગરમી વચ્ચે હવે કમોમસી વરસાદની આગાહી કરી છે. વિગતો મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં કમોમસી વરસાદ પડી શકે છે. જો આપણે પરેશ ગોસ્વામીની આગાહીની વાત કરીએ તો આગામી તા. 3 થી 10 મે દરમિયાન તીવ્ર માવઠું પડી શકે છે. આ સાથે ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડશે. જેમાં ઉત્તર ગુજરાતમાં 3 અથવા 4 મેના વરસાદ પડશે. આ સાથેકચ્છમાં 3થી 6 મે દરમિયાન કરા સાથે વરસાદ પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે.મહત્વનું છે કે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ સૌરાષ્ટ્રમાં 3થી 10 મે દરમિયાન કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે. આગાહી પ્રમાણે અમદાવાદ, ગાંધીનગરમાં 5થી 10 મે વચ્ચે વરસાદ પડશે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે. આગાહી પ્રમાણે ઊંચું તાપમાન હીટવેવ અને ભીષણ ગરમીના રાઉન્ડ બાદ હવે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. જેમાં 3 મે 2025 થી 10 મે 2025 વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમા ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે. આ સાથે અમુક વિસ્તારમાં કરા પડવાની પણ સંભાવનાઓ છે.

PM MODI: PM મોદીએ રદ કર્યો રશિયા પ્રવાસ, મોસ્કોમાં વિજય દિવસની ઉજવણીમાં નહીં થાય સામેલ

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL/videos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *