Pahalgam attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભાજપ અધ્યક્ષની ચૂંટણી ટળી, નડ્ડાના હાથમાં જ રહેશે કમાન

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી હાલમાં નહી થાય. આ નિર્ણય પાર્ટીના ટોચના નેતાઓ દ્વારા લેવાયો છે. અધ્યક્ષ પદ માટે નવી ચૂંટણી ક્યારે યોજાશે તેની જાહેરાત પછી કરવામાં આવશે. ભાજપ મે મહિનામાં પોતાના પ્રમુખની ચૂંટણી કરવાની યોજના બનાવી રહી હતી, પરંતુ હવે તે મુલતવી રાખવામાં આવી છે.
સૂત્રો અનુસાર ભાજપે હાલમાં તેની અધ્યક્ષની ચૂંટણી મુલતવી રાખી છે. એટલે કે જગત પ્રકાશ નડ્ડા પ્રમુખ રહેશે. નડ્ડા 2020 થી અધ્યક્ષ પદ સંભાળી રહ્યા છે.સૂત્રોનું કહેવું છે કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ સર્જાયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે ભાજપ સંગઠનાત્મક ચૂંટણીઓ મુલતવી રાખવામાં આવી છે. ભાજપ હાલમાં કેન્દ્રમાં સત્તામાં છે અને પાર્ટી આ મુદ્દાને યોગ્ય રીતે ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.
પહેલગામ પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આતંકવાદીઓનો સફાયો થઈ જવો જોઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આતંકવાદીઓને શોધી કાઢવામાં આવશે અને સજા આપવામાં આવશે.