Ahmedabad: વટવા ચાર માળિયામાં પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ, ગેરકાયદેસર રીતે મકાન ભાડે આપનાર 11 મકાન માલિકોની ધરપકડ

અમદાવાદ પોલીસ દ્વારા અમરાઈવાડી, બાપુનગર ગોમતીપુર સહિતના વિસ્તારમાંથી ગુનેગારો ખાસ કરીને વટવા ચાર માળિયા વિસ્તારમાં ભાડે રહેવા આવતા રહેલા હોવાની મળેલ હકીકત આધારે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ ટીમ દ્વારા ચાર માળિયા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી, વસંત ગજેન્દ્ર ગડકર નગર ખાતે સઘન ચેકીંગ કરવામાં આવતા, 11 જેટલા ઇસમો દ્વારા પોલીસને જાણ કર્યા વગર ભાડુઆતને મકાન ભાડે આપવામાં આવેલ હોઈ, અગિયાર (11) જેટલા મકાન માલિક ઉપર પોલીસ કમિશનરના જાહેરનામાં ભંગ હેઠળ ગુન્હાઓ દાખલ કરી, ધરપકડ કરવા કાર્યવાહી આવી છે.


વટવા પોલીસ દ્વારા કોમ્બિંગ રાખી, પોલીસને જાણ કર્યા વગર મકાન ભાડે આપનાર મકાન માલિક (૧) સાદિકખાન શેરખાન વણઝારા ઉવ. 50 રહે. અજિત મિલ ચાર માળિયા, રખિયાલ, અમદાવાદ, (૨) શાહરૂખ સલીમભાઈ શેખ ઉવ. 26 રહે. વસંત ગજેન્દ્ર ગડકર નગર, ચારમાળીયા, વટવા, અમદાવાદ, (૩) ફરીદાબીબી સમાશુદીન શેખ ઉવ. 30 રહે. મિલ કમ્પાઉન્ડ, શાહપુર, અમદાવાદ, (૪) યુનુસ ગનીભાઇ શેખ ઉવ. 41 રહે. રાયપુર દરવાજા બહાર, ખાડિયા, અમદાવાદ, (૫) નૂર બાનું મોહમદ હનીફ શેખ રહે. વસંત ગજેન્દ્ર ગડકર નગર, ચારમાળીયા, વટવા, અમદાવાદ, (૬) મોહમદ હનીફ મહમદ મિયા શેખ ઉવ. 44 રહે. વસંત ગજેન્દ્ર ગડકર નગર, ચારમાળીયા, વટવા, અમદાવાદ, (૭) મોહમદ સલીમ અબ્દુલ કરીમ શેખ રહે. વસંત ગજેન્દ્ર ગડકર નગર, ચારમાળીયા, વટવા, અમદાવાદ, (૮) નિશાત બાનું હનીફભાઇ અન્સારી ઉવ. 48 રહે. રાજમીન રો હાઉસ, ફતેવાડી, સરખેજ, અમદાવાદ, (૯) મોહમદ શરીફ કાસમભાઈ શેખ રહે. વસંત ગજેન્દ્ર ગડકર નગર, ચારમાળીયા, વટવા, અમદાવાદ, (૧૦) મકબૂલ નઝીરભાઈ મન્સૂરી ઉવ. 46 રહે. વસંત ગજેન્દ્ર ગડકર નગર, ચારમાળીયા, વટવા, અમદાવાદ તથા (૧૧) મોહમદ નઝીર હનીફભાઇ અન્સારી ઉવ. 42 રહે. મ્યુનિ. સ્ટાફ ક્વાર્ટર, શાહપુર દરવાજા, અમદાવાદની વિરુદ્ધ જાહેરનામાં ભંગ બદલ ગુન્હાઓ નોંધી, ધરપકડ કરી, કાર્યવાહી કરવામાં આવેલ છે. અવાર નવાર ઓચિંતા ચેક કરી, તે તમામ ઉપર નજર રાખવા પણ સૂચના કરવા આવી હતી.

ડીસીપી ઝોન 06 વિસ્તારના પોલીસ સ્ટેશનો ખાતે સ્થાનિક પોલીસ દ્વારા પણ લિસ્ટ મુજબના ગુન્હેગારોને અવાર નવાર ચેક કરી, કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવતા, ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો છે. ઝોન 06 પોલીસની અચાનક સરપ્રાઈઝ ચેકીંગ અને કોમ્બિંગની કાર્યવાહીથી વટવા ચાર માળિયા વિસ્તારમાં મકાન ધરાવતા અને પોલીસને જાણ કર્યા વગર ભાડે આપતા લોકોમાં ફફડાટ ફેલાતા, અમુક ભાડુઆત પોતાની સ્વેચ્છાએ મકાન ખાલી કરીને જતા રહેલ હોવાનું પણ જાણવા મળેલ છે. આ ગુન્હેગારોને ચેક કરવાની કાર્યવાહી કાયમી રોજ બરોજ ચાલુ રાખવામાં આવશે , એવું ઝોન 06 પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે…..
આ પણ વાંચો, http://‘જો પાણી બંધ કરશો તો 130 પરમાણુ બોમ્બ ભારત પર ફોડીશું, ગભરામણમાં પાકિસ્તાનના મંત્રીની ગીદડ ભભકી