Zalod: ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનોમાં અનાજનું બારોબાર વેચાણ, અનેક રેશનકાર્ડ ધારકોને અનાજ મળતું નથી

દાહોદ જિલ્લા તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવ્યું છે. ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં અનાજના પુરવઠાનું બારોબાર વેચાણ થતું હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે.


આખરે ક્યાં સુધી ગરીબ પ્રજાને છેતરવામાં આવશે .?
ગરીબ પ્રજાને આપવામાં આવતો સસ્તા અનાજની દુકાનનો પુરવઠો કોણ ચાઉ કરી જાય છે. એક રાષ્ટ્ર, એક રેશનકાર્ડ તેમ છતાં હજુ સુધી અનેક રેશનકાર્ડ ધારકોને અનાજ મળતું નથી. ઝાલોદ તાલુકામાં ગ્રાહકોને મળવાપાત્ર પુરતું અનાજ આપવામાં આવતું નથી. ઉપરાંત બીજી બાજુ જે પુરવઠો આવે છે તેને પણ બારોબાર વેચી દેવામાં આવે છે. જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સસ્તા અનાજની ગેરરીતિ ક્યારે અટકાશે? સસ્તા અનાજની કટકી કરનાર ઈસમો સામે પગલાં કેમ નથી લેવાતા? આવા ઈસમોનું લાઈસન્સ કેમ રદ નથી કરાતું? અનાજમાં કટકી કરી ખાનગી દુકાનોમાં વેચનારાઓ સામે તંત્ર કાર્યવાહી ક્યારે કરશે? જેવા અનેક પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.