Gandhinagar: ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર હોય કે ફોર-વ્હીલર, બધાને મળશે ટેક્સમાં જંગી છૂટ! ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ગુજરાત સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ટકાઉ પરિવહનને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણયની અમલવારી કરી છે. રાજ્ય સરકારે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર લાગતા ટેક્સ દરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. વિધાનસભામાં ૨૦૨૫-૨૬ના બજેટ દરમિયાન આ અંગે જાહેરાત કરવામાં આવી હતી, જેને હવે લાગુ કરવામાં આવી છે.

રાજ્ય સરકારની જાહેરાત મુજબ, ઇલેક્ટ્રિક વાહનો પર લાગતો ૬ ટકા ટેક્સ હવે ઘટાડીને માત્ર ૧ ટકા કરી દેવામાં આવ્યો છે. આનો અર્થ છે કે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર વાહન માલિકોને સીધો ૫ ટકા ટેક્સનો ફાયદો મળશે. આ ટેક્સ છૂટ આગામી તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. વ્હીકલના પ્રકાર મુજબ ફક્ત ૧ ટકા લેખે જ ટેક્સ વસૂલવા માટે પરિપત્ર પણ જારી કરી દેવામાં આવ્યો છે.

સરકારના આ નિર્ણયથી ઇલેક્ટ્રિક વાહન ખરીદનારા નાગરિકોને મોટો આર્થિક ફાયદો થશે. ખાસ કરીને કાર માલિકોને વાહનની કિંમત પર આધાર રાખીને ૩૦ હજાર રૂપિયાથી લઈને ૧ લાખ રૂપિયા સુધીનો સીધો ફાયદો થશે. આનાથી ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી વધુ આકર્ષક બનશે અને લોકો EVs અપનાવવા માટે વધુ પ્રેરિત થશે.

આ પણ વાંચો, Upleta: અમરેલી બાદ વધુ એક લેટરકાંડથી હડકંપ, બીજેપી MLA મહેન્દ્ર પાડેલીયા પર કચેરીઓમાં ઉઘરાણા કરવાનો આરોપ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *