Upleta: અમરેલી બાદ વધુ એક લેટરકાંડથી હડકંપ, બીજેપી MLA મહેન્દ્ર પાડેલીયા પર કચેરીઓમાં ઉઘરાણા કરવાનો આરોપ

Oplus_131072

ગુજરાત બીજેપીના વધુ એક ધારાસભ્ય વિવાદમા આવ્યા છે. વધુ એક લેટરકાંડે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ લાગ્યો છે. તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરીયા અંગે લેટર વાયરલ થયો હતો. જેના કારણે સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો હતો. હવે ઉપલેટાના ધારાસભ્ય દ્વારા ઉઘરાણા કરતા હોવાનો લેટર વાયરલ થતા હડકંપ મચ્યો છે. લેટરમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ભ્રષ્ટાચારે માજા મૂકી હોઈ કાર્યકરોને બચાવવા માંગણી.

ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયાના નામનો ભ્રષ્ટાચારનો લેટર વાયરલ થતા અનેક રાજકારણ ગરમાયું છે. ધોરાજી – ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલીયાના મળતીયા દ્વારા દરેક કચેરીમાં ઉઘરાણા કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાયરલ લેટરમાં ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોવા છતાં ઉપલેટાના ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરવામાં ગળાડૂબ હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે
ધારાસભ્ય દ્વારા નાના કોન્ટ્રાકટરથી લઈ મોટા કોન્ટ્રાકટર પાસેથી ઉઘરાણા કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધારાસભ્યના મળતીયા દ્વારા પોલીસ સ્ટેશન, PGVCAL એન્જીનીયર પાસેથી તાલુકા વિકાસ અધિકારી પાસેથી, મામલતદાર પાસેથી, ડેપ્યુટી કલેકટર પાસેથી હપ્તા લેતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નગરપાલિકામાં છેલ્લા બે વર્ષ થયા ચીફ ઓફિસર સાથે મળી ભ્રષ્ટાચાર આદરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં જેને ભાજપ સાથે કોઈ લેવા દેવા નથી તેવા લોકો પાસેથી કરોડોનો વહીવટ કરી ટિકિટ આપ્યા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપલેટામાં આવો લેટર વાયરલ થતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો, Horoscope: આ પાંચ રાશિના જાતકોનો દિવસ રહેશે શુભ, વઘુ જાણો અહીં

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *