All India Police Badminton Cluster 2024-25: CRPFમાંથી દેશમાં એકમાત્ર મહિલા અધિકારીએ ટેબલ ટેનિસમાં 1 બ્રોન્ઝ અને 2 ગોલ્ડ મેડલ મેળવ્યા

કેરળમાં 11થી 15 એપ્રિલ દરમિયાન ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધા 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું. CRPFમાંથી એકમાત્ર મહિલા અધિકારી મિનાક્ષી ભટ્ટે ટેબલ ટેનિસમાં ભાગ લીધો હતો. કેરળમાં યોજાયેલી ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધામાં મિનાક્ષી ભટ્ટે બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ મેળવ્યો છે.

કેરળમાં 11થી 15 એપ્રિલ દરમિયાન ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધા 2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરના પોલીસ દળ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં દેશભરમાંથી કુલ 25 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. સમગ્ર દેશમાં CRPFમાંથી એકમાત્ર મહિલા અધિકારી મિનાક્ષી ભટ્ટે ટેબલ ટેનિસમાં ભાગ લીધો હતો. જેમાં તેમણે સિંગલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અને મિક્ષ ડબલ્સમાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. તેમજ ઓપન કેટેગરી મિક્ષ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.