CBI raids Durgesh Pathak’s house: AAP નેતા દુર્ગેશ પાઠકના ઘર પર CBIના દરોડા, આતિશીનો દાવો- ‘ગુજરાતની ચૂંટણી પહેલા…’

ગુજરાતમાં 2027માં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી ગુજરાત ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી રહી છે. આ દરમિયાન સીબીઆઈ ગુજરાતના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. આ અંગે દિલ્હીના વિપક્ષી નેતા આતિશી, મનીષ સિસોદિયા અને સૌરભ ભારદ્વાજે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે.

સોશિયલ મીડિયા પોસ્ટમાં આતિશીએ લખ્યું હતું કે, “આમ આદમી પાર્ટીએ ગુજરાત ચૂંટણીની તૈયારી શરૂ કરતાની સાથે જ સીબીઆઈએ ગુજરાતના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે દરોડા પાડ્યા! ગુજરાતમાં ફક્ત આપ જ ભાજપને પડકાર આપી શકે છે અને આ દરોડા તેમનો ગભરાટ દર્શાવે છે! આટલા વર્ષોમાં ભાજપ સમજી શક્યું નહીં કે અમે તેમની ધમકીઓથી ડરવાના નથી.”

મનીષ સિસોદિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા દાવો કર્યો હતો કે, “ગુજરાત ચૂંટણી 2027ની જવાબદારી સોંપાતાની સાથે જ દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઇએ દરોડા પાડ્યા હતા. આ કોઈ સંયોગ નથી, આ ભાજપના ડરમાંથી બહાર આવેલું કાવતરું છે. ભાજપ જાણે છે કે હવે ફક્ત આમ આદમી પાર્ટી જ તેમને ગુજરાતમાં પડકાર આપી શકે છે – અને આ સત્યે તેમને હચમચાવી દીધા છે. CBI ના દસ્તકમાં ભયનો પડઘો સ્પષ્ટપણે સંભળાય છે.”

આ પણ વાંચો, Entertainment: બ્લેક બિકીનીમાં અંકિતાએ પુલમાં લગાવી આગ, તસવીરો વાયરલ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *