Ahmedabad: અમદાવાદ અરપોર્ટ પર National Fire Service Weekની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ એરપોર્ટ પર National Fire Service Weekની ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહલંબી કાર્યક્રમની શરૂઆત ઉદઘાટન સમારંભ, ધ્વજવંદન અને 1944માં મુંબઈ ડોકયાર્ડમાં થયેલા વિનાશક આગમાં જીવ ગુમાવનાર જાંબાઝ ફાયરફાઇટરોની યાદમાં પુષ્પાંજલિ અર્પણ સાથે થઈ હતી.


આ કાર્યક્રમમાં ટીમની એકતા દર્શાવતી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, અને ત્યારબાદ ફાયરમેન પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.

આજના દિવસમાં ઊંચાઈ પરથી બચાવ અભ્યાસ, અદ્યતન ફાયરફાઇટિંગ સાધનોના જીવંત પ્રદર્શન અને ઝડપી પ્રતિસાદ સમયના મહત્વને રેખાંકિત કરતી ખાસ ગિયર-અપ ડ્રિલ કરવામાં આવી હતી. આ તમામ પ્રવૃત્તિઓએ આગ અને બચાવ કામગીરીમાં સુરક્ષા, કાર્યક્ષમતા અને સંકલન વધારવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોને દર્શાવ્યા હતા.
આ પણ વાંચો, Veraval: તથ્યકાંડ જેવી જ બીજી ઘટના, હાઈવે પર અકસ્માત જોવા ઉભેલા લોકોને ડમ્પરે ઉડાડ્યા: 2ના મોત, 7 ઘાયલ