Amit Shah: અમિત શાહ ફરી ગુજરાત આવશે, જાણો કયા કાર્યક્રમમાં આપશે હાજરી

કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે.. આજે રાત્રે તેઓ અમદાવાદ પહોંચશે. તેઓ
આવતીકાલે એટલે કે 6 એપ્રિલે કલોલ ખાતે ઇફકોના કાર્યક્રમમાં હાજરી આપશે.કલોલ ઈફકો પ્લાન્ટના 50 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે જેમાં અમિત શાહ હાજરી આપશે. તેઓ કલોલમાં ઇફ્કોના બીજ અનુસંધાન કેન્દ્રનો શિલાન્યાસ પણ કરશે.. આ કાર્યક્રમમાં તેઓ મુખ્ય અતિથી તરીકે હાજરી આપવાના છે.. કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથી તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. તો અન્ય અતિથીઓમાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ , સહકારિતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને કલોલ વિધાનસભાના ધારાસભ્ય ઠાકોર લક્ષ્મણજી પુંજાજી, ઇફ્કોના અધ્યક્ષ દિલીપ સંઘાણી પણ ઉપસ્થિત રહેશે.

આજે મોડી રાત્રે તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઉતરશે.. અમદાવાદ એરપોર્ટથી અમિત શાહ તેમના અમદાવાદના થલતેજ ખાતેના નિવાસસ્થાને જવા રવાના થશે. ત્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે. રવિવારે એટલે કે 6 એપ્રિલના એક દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન કલોલના ઈફ્કો પ્લાન્ટની 50 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થવાના છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના માત્ર 1 દિવસીય પ્રવાસમાં 10 વાગે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ સેક્ટર અંતર્ગત આયોજિત કલોલ સ્થિત ઈફ્કો પ્લાન્ટની 50 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી થશે.

આ પણ વાંચો, Ahmedabad: કાંકરિયાની બાલવાટિકાને નવાં રંગરૂપ અપાયાં, વેક્સ મ્યુઝિયમ-ગ્લાસ ટાવર જેવી 28 એક્ટિવિટીનો ઉમેરો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *