Accident: કપડવંજ હાઈવે પર ST બસ સાથે થારની  ભયાનક ટક્કર, 1નું મોત અને 15થી વધુ મુસાફરો ઘાયલ

કપડવંજથી નડિયાદ જતી ST બસ અને થાર વચ્ચે અકસ્માતમાં થાર ગાડીના ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. થાર ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હોવાથી  ગાંધીનગર જિલ્લાના થાર ગાડીના ચાલકને પતરું કાપીને બહાર કાઢવામાં આવ્યો હતો. સદનસીબે બસમાં સવાર તમામને સામાન્ય ઈજાઓ થતા વધુ જાન હાની થતા અટકી હતી. 

કપડવંજથી એસટી બસ નીકળી નડિયાદ તરફ જવા રવાના થઈ હતી. ત્યારે બપોરે ૩ઃ૩૦થી ૪ કલાક દરમિયાન ફત્યાવાદ નજીક નર્મદા નહેરના પુલ પાસે થાર કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં થાર ગાડીના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. થાર ગાડીના ચાલક કૃણાલ જયંતીભાઈ ઠાકોરનું ઘટના સ્થળે મોત થયું હતું.

આ પણ વાંચો, ખાનપુર હવે શ્રી કૃષ્ણપુર, ઔરંગઝેબપુર બન્યું શિવાજી નગર ; ઉત્તરાખંડમાં 17 સ્થળોના નામ બદલાયા

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *