Vikram Thakor: વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાશે?, રાજકીય પક્ષમાં જોડાવા અંગે આપ્યું મોટું નિવેદન

રાજકીય પક્ષમાં જોડાવા અંગે વિક્રમ ઠાકોરની સ્પષ્ટતા સામે આવી છે. વિક્રમ ઠાકોરે કહ્યું કે કેજરીવાલ સાથે મારે ફોન પર વાત થઈ હતી પરંતુ કેજરીવાલે કોઈ ઓફર માટે વાત કરી ન હતી.. તેમણે કહ્યું કે મને ભાજપ, કોંગ્રેસમાંથી પણ ઓફર આવેલી છે પણ મે રાજકારણમાં જોડાવાનુ કોઈ મન નથી બનાવ્યુ, તેમણે કહ્યું કે મે કલાકારોનો મુદ્દો ઉઠાવ્યો તેમાં કોઈ રાજકરણ ન હતુ

સરકારે કલાકારોનુ સન્માન કર્યુ તે મારા સન્માન બરાબર જ છે તેવુ વિક્રમ ઠાકોરે જણાવતા કહ્યું કે હું વિધાનસભામાં જાત તો લોકોને એવુ લાગત કે સન્માન કરાવવુ હતુ તેથી મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું હું બધા રાજકીય પક્ષો સાથે જોડાયેલો છેઃ હું સન્માનથી દૂર છુ ભાજપથી દૂર નથી.

થોડા દિવસ અગાઉ વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા ગુજરાતના કલાકારોને આમંત્રણ અપાયું હતું. વિક્રમ ઠાકોરે આને લઇને એવી નારાજગી વ્યક્ત કરી હતી કે ઠાકોર સમાજના એકપણ કલાકારને સરકાર દ્વારા આમંત્રણ નથી અપાયું. વિક્રમ ઠાકોરે સરકાર સામે ખુલ્લીને નારાજગી વ્યક્ત કરી હતી. વિક્રમ ઠાકોરે રાજ્ય સરકારે ઠાકોર સમાજના કલાકારો અને અન્ય સમાજની અવગણના કર્યાનો આક્ષેપો કર્યા હતા.એટલુંજ નહીં વિક્રમ ઠાકોરે ઠાકોર સમાજના અને અન્ય સમાજના કલાકારોના સન્માનની અવગણનાને લઇને સરકાર સામે મોરચો માંડ્યો હતો, નારાજગી વ્યક્ત કરતા ગાંધીનગરમાં એક મોટું સંમેલન પણ યોજ્યું હતું. જોકે, બાદમાં સરકારે વિક્રમ ઠાકોર અને અન્ય કલાકારોને વિધાનસભામાં ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રિત કર્યા હતા. જોકે, વિક્રમ ઠાકોર ગાંધીનગર વિધાનસભા ખાતે ગયા ન હતા.

આ પણ વાંચો, Earthquake in Myanmar: મ્યાનમારમાં 24 કલાકમાં 15 આફ્ટર શોક્સ, થાઈલેન્ડમાં પણ તારાજી; 10 હજારથી વધુના મોતની આશંકા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *