Ahmedabad: મણિનગરમાં લાખોની ઘરફોડ ચોરીનો મામલો, પોલીસે આરોપીને ઝડપી જેલહવાલે કર્યો

રાજ્યમાં ઘરફોડ ચોરીના ગુનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મણિનગરમાં આવેલી સર્વોદય સોસાયટીમાં વ્રજરાજ બંગ્લોઝમાં રહેતા અને પ્લાયવુડનો વેપાર કરતા દર્શિલ ઠક્કરના ઘરમાં ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો હતો. તસ્કરે તેમના મકાનની ગેલેરીના ખુલ્લા દરવાજામાંથી પ્રવેશ કરી બેડરૂમમાં ડ્રેસિંગ રૂમના કબાટ તથા તિજોરીમાં રાખેલ રોકડ રકમ રૂ. 1,76,000/- રોલેક્સ કંપનીની કાંડા ઘડિયાળ, ડાયમંડ વીટી, ડાયમંડ બ્રેસલેટ, ડાયમંડ બુટ્ટી તથા આઇફોન વિગેરે મળી, કુલ રૂ. 13,96,000/- ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.
આ અંગે દર્શિલ ઠક્કર દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે અંગે પોલીસની ટીમ દ્વારા દ્વારા જીણવટ ભરી તપાસ હાથ ધરી, સીસીટીવી ફૂટેજ ચેક કરતા, આ ગુન્હામાં મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ભૂતકાળમાં ઘરફોડ અને વાહનચોરી પકડાયેલ આરોપી સંડોવાયેલ હોવાની હકીકત સામે આવી હતી. જે આધારે આરોપી અર્જુન ઉપેન્દ્રભાઈ ચુનારા ઉવ. 20 રહે. રામગલીના છાપરા, ઈસનપુર, અમદાવાદની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ ટીમ દ્વારા બાતમી આધારે તેમજ હાલમાં સતત ચાલતા વાહન ચેકીંગ દરમિયાન સીસીટીવી ફૂટેજ આધારે મળેલ બાતમી આધારે ખાતેથી આરોપી અર્જુન ઉપેન્દ્રભાઈ ચુનારાની ધરપકડ કરી પોલીસની ભાષામાં પૂછપરછ હાથ ધરતા, ડોગ દ્વારા પણ આરોપીને ઓળખી બતાવતા, ડોગ પોતાને પકડી પાડશે, એવા ભયના કારણે આરોપી ભાંગી પડ્યો હતો અને ગઈ રાત્રે, વ્રજ રાજ બેંગલોઝ, મણિનગર ખાતે થયેલ ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
પૂછપરછ દરમિયાન મણિનગર પોલીસ ટીમ દ્વારા મણિનગર પોલીસ સ્ટેશનના ખાતેના ઘરફોડ ચોરીનો મુદામાલ રોલેક્સ કંપનીની કાંડા ઘડિયાળ, ડાયમંડ વીટી, ડાયમંડ બ્રેસલેટ, ડાયમંડ બુટ્ટી તથા આઇફોન વગેરે મળી, કુલ રૂ. 13,96,000/- નો મુદ્દામાલ ઉપરાંત એક સોનાની ચેઇન, સોનાનું પેંડલ અને ડાયમંડ બુટ્ટી સહિત રૂ. 2,00,000/- સહિત કુલ રૂ. 15,96,000/- કબજે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ઘરફોડ ચોરીની ફરિયાદમાં લખાવેલ મુદામાલ ઉપરાંત ચોરી થયેલ આશરે બે લાખનો મુદામાલ પણ શોધી કાઢ્યો હતો.
આ પણ વાંચો, Bhavnagar: સવાઈનગરમાં જમીન વિવાદનો લોહિયાળ અંત, ભાઈએ ભાઈ પર ધારિયાથી હુમલો કરી ઢીમ ઢાળી દીધું