Navsari: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર 1 લાખ મહિલાઓને મળશે PM મોદી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7-8 માર્ચે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર નવસારીમાં વાનસી-બોરસીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં સામેલ થશે. અહીં 1.1 લાખથી વધુ મહિલાઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચે સુરત આવશે. સુરતમાં PM મોદીની મુલાકાતને પગલે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. સેલવાસાથી વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે પર્વત પાટિયા હેલિપેડ પહોંચશે. PM મોદી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સુધી 3 કિમીનો રોડ શો પણ કરશે અને જાહેર સભાને સંબોધશે. અઠવાલાઇન્સ સ્થિત સક્રિટ હાઉસ ખાતે PM મોદી રાત્રિ રોકાણ કરશે. 8 માર્ચે નવસારીમાં એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ભાગ લેશે. તે બાદ સુરત એરપોર્ટથી દિલ્હી જવા માટે રવાના થશે.
PM મોદી 7 માર્ચે દાદરા નગર હવેલીની લેશે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 માર્ચે દાદરા નગર હવેલીની મુલાકાત લેશે.સેલવાસ ખાતે નમો હોસ્પિટલ સહિત રૂપિયા 2587 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરશે. વડાપ્રધાનની છેલ્લા 10 વર્ષમાં દાદરા નગર હવેલીની ચોથી મુલાકાત છે. વડાપ્રધાન નમો હોસ્પિટલનું ઉદઘાટન કર્યા બાદ રોડ શો કરી સભાને સંબોધશે.
PM મોદીના આગમન પહેલા SPGની ટીમ સુરત પહોંચી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરત મુલાકાત પહેલા SPG યુનિટ ટુનું સુરત સર્કિટ હાઉસ ખાતે આગમન થયું છે. ચાર દિવસ પહેલા SPG યુનિટ 1નું સુરત સર્કિટ હાઉસ ખાતે આગમન થયું હતું. જેમાં SPG દ્વારા કાર્યક્રમ, રોડ, સ્થળોનો તાગ સુરત પોલીસ પાસેથી મેળવ્યો હતો.
PM મોદીના ગુજરાત પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ
- 7 માર્ચે વડાપ્રધાન મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ પર પહોંચશે.
- સુરતથી સેલવાસા જશે.
- સેલવાસાથી હેલિકોપ્ટર મારફતે પર્વત પાટિયા હેલિપેડ પહોંચશે
- PM મોદી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સુધી 3 કિમીનો રોડ શો કરશે તે બાદ જાહેર સભાને સંબોધશે
- અઠવાલાઇન્સ સ્થિત સક્રિટ હાઉસ ખાતે PM મોદી રાત્રિ રોકાણ કરશે.
- 8 માર્ચે નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં ભાગ લેશે
- 8 માર્ચે PM મોદી નવસારીથી સુરત એરપોર્ટ આવીને દિલ્હી રવાના થશે
આ પણ વાંચો, PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાત પ્રવાસે, અનેક કાર્યક્રમોમાં આપશે હાજરી