હોળીના તહેવાર પર બનાવો સ્પેશિયલ પનીર જલેબી, નોંધી લો રેસીપી

હોળીનો તહેવાર રંગો અને ગુજિયા વિના અધૂરો માનવામાં આવે છે. પણ જો તમે દર વર્ષે એક જ ગુજિયા ખાઈને કંટાળો ગયા હોય કે પછી ગુજીયા સાથે કઇંક નવી રેસીપી ટ્રાય કરવા માંગતા હોય તો આ વર્ષે હોળી પર ખાસ સ્વાદિષ્ટ પનીર જલેબીની રેસીપી ટ્રાય કરી જુવો. આ જલેબીનો સ્વાદ સામાન્ય જલેબીના સ્વાદ કરતાં તદ્દન અલગ અને સારો છે. એટલું જ નહીં આ જલેબી બનાવવામાં વધારે સમય પણ લાગતો નથી. અને ઘરના બાળકો હોય કે મોટા બધાને પનીર તો ભાવતું જ હોય છે. તો રાહ જોયા વિના નોટ કરી લો પનીર જલેબીની સ્વાદિષ્ટ રેસીપી.

પનીર જલેબી બનાવવા માટેની સામગ્રી

  • 200 ગ્રામ પનીર
  • જરૂર મુજબ કેસર
  • 2 કપ મેંદાનો લોટ
  • 1 કપ ખાંડ
  • ઘી/તેલ તળવા માટે

પનીર જલેબી બનાવવા માટે પહેલા તાજા પનીરને સારી રીતે મેશ કરીને તેનું સ્મૂધ ટેક્સચર બનાવી લો. જો પનીરમાં વધારે પાણી હોય તો તેને સારી રીતે નિચોવીને પાણી કાઢી લો. ખાસ ધ્યાન રાખો કે પનીર નરમ અને ગઠ્ઠા વગરનું હોય. હવે મેશ કરેલા પનીરમાં 2 ચમચી મેંદાનો લોટ, 1 ચમચી ખાવાનો સોડા અને ચપટી મીઠું ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો. આને મિક્સ કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે તે હાથને ચોંટી ન જાય. જો જરૂર પડે તો થોડો લોટ ઉમેરો. ત્યારબાદ આ મિશ્રણને સારી રીતે ભેળવો અને 15 મિનિટ માટે બાજુ પર રાખો. હવે 15 મિનિટ પછી તે મિશ્રણમાંથી નાના ગોળા બનાવો અને તેને રોલિંગ પિનથી દબાવીને જલેબીનો આકાર આપો. જો તમે ઇચ્છો તો તમે આ મિશ્રણને પાઇપિંગ બેગમાં ભરી શકો છો અને તેને સીધા જલેબીના આકારમાં પેનમાં રેડી શકો છો. હવે એક કડાઈમાં ઘી અથવા તેલ ગરમ કરો તેમાં પનીર જલેબી ઉમેરો અને મધ્યમ તાપ પર તળો. જલેબીને બંને બાજુ સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો.

જલેબીની ચાસણી બનાવવા માટે એક પેનમાં 1/2 કપ પાણી લો તેમાં 1 કપ ખાંડ ઉમેરીને તેને ઉકળવા દો. જ્યારે ખાંડ પાણીમાં સારી રીતે ઓગળી જાય અને ચાસણી થોડી ઘટ્ટ થાય ત્યારે તેમાં એલચી પાવડર, કેસર અને ગુલાબજળ ઉમેરો. હવે ચાસણીને 5 મિનિટ ઉકાળ્યા પછી ગેસ બંધ કરો અને ચાસણીને થોડી ઠંડી થવા દો. ત્યારબાદ તળેલી પનીર જલેબીને ચાસણીમાં 5 મિનિટ માટે રાખો. જેથી જલેબી ચાસણીને સંપૂર્ણપણે શોષી લે. બસ તમારી પનીર જલેબી ગરમાગરમ સર્વ કરવા માટે તૈયાર છે. વેલ તમે ઈચ્છો તો વિમેન્સ ડે પર તમારી મમ્મી કે પત્ની માટે પણ બનાવી શકો છો.

આ પણ વાંચો, નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર 1 લાખ મહિલાઓને મળશે PM મોદી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *