PM Modi had a lion darshan: સાસણ ગીરમાં લાયન સફારી પાર્કમાં PM મોદીએ કર્યા સિંહ દર્શન

વડાપ્રધાન મોદી આજે સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યાં હતા. લાયન સફારી પાર્કમાં સિંહ દર્શન બાદ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે ફોરેસ્ટ મહિલા બીટ ગાર્ડને પેટ્રોલિંગ માટે બાઇક વિતરણ કરશે. ઉપરાંત, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 7મી રાષ્ટ્રીય વન્ય જીવ બોર્ડ બેઠક યોજાશે. હોદ્દાની રૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના પણ અધ્યક્ષ છે.

જેના કારણે જ તેઓ બેઠકમાં ભાગ લેવા સાસણ પધાર્યા છે. ગુજરાતમાં વધનારી સિંહોની વસતીને જોતાં પ્રોજેક્ટ હેઠળ 8 સેટેલાઇટ સિંહ વસવાટ કેન્દ્રોમાં હોસ્પિટલ સહિતની સુવિધાઓનું લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી દ્વારા 2020માં સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રોજેકટ લાયનની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો, વડાપ્રધાન મોદી આજે સાસણમાં કરશે સિંહ દર્શન, વર્લ્ડ વાઇલ્ડલાઇફ ડેની બેઠકમાં આપશે હાજરી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *