LPG cylinder price hike: હોળી પહેલા મોટો ઝટકો, LPG સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો, જાણો નવી કિંમત

બજેટના દિવસે જે રાહત મળી હતી તે હવે છીનવાઈ ગઇ છે. નવા ભાવ મુજબ 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. આજથી દિલ્હીથી કોલકાતા સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 6 રુપિયાનો વધારો કરી દેવાયો છે. 

જોકે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના માર્ચ મહિનાનો પ્રાઈઝ ટ્રેન્ડ જોવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષોમાં 1 માર્ચે થનાર આ સૌથી ઓછો વધારો છે. ઈન્ડિયન ઓઈલના પોર્ટલ પર જાહેર આંકડા મુજબ માર્ચ મહિનામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં સૌથી વધુ વધારો 2023માં કરાયો હતો જ્યારે એક જ ઝાટકે પ્રતિ સિલિન્ડર 352 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો હતો. 

બજેટના દિવસે સામાન્ય રાહત આપી હતી 

ઉલ્લેખનીય છે કે બજેટના દિવસે એલપજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 7 રૂપિયાની નજીવી રાહત અપાઈ હતી. ત્યારે પણ ફક્ત 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડર પર જ રાહત અપાઈ હતી. જ્યારે રાંધણ ગેસ એટલે કે 14 કિલોવાળા સિલિન્ડરના ભાવમાં છેલ્લે 1 ઓગસ્ટ 2024થી અત્યાર સુધી કોઈ ફેરફાર કરાયા નથી. 

આ પણ વાંચો, Ahmedabad: AMCના ટેક્સ બિલમાં નામ ટ્રાન્સફર કરાવવા માટે ફી ચૂકવવી પડશે, નવા મકાન ખરીદનાર પર વધુ એક બોજ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *